રોમિયોની હરકતથી કંટાળેલી યુવતીની મદદે શી ટીમ, છટકું ગોઠવી પકડ્યો - At This Time

રોમિયોની હરકતથી કંટાળેલી યુવતીની મદદે શી ટીમ, છટકું ગોઠવી પકડ્યો


વડોદરા,તા.30 જુલાઈ 2022,શનિવારવડોદરાના છાણી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોલેજીયન યુવતી તેમજ અન્ય મહિલાઓને ઇશારા કરી પજવણી કરતા રોમિયાને શી ટીમે ઝડપી પાડ્યો છે.રામા કાકા ની ડેરી પાસે પસાર થતી કોલેજીયન યુવતીને બાંકડા પર બેઠેલો રોમિયો અભદ્ર ઈશારાઓ કરતો હોવાથી યુવતીએ શી ટીમની મદદ લીધી હતી. આ રોમિયો બીજી પણ મહિલાઓને જોઈ બીભત્સ ચેષ્ટાઓ કરતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.પોલીસની શી ટીમની મહિલાઓએ સાદા વેશમાં ઉપરોક્ત સ્થળે કોલેજીયન યુવતીને સાથે રાખી વોચ રાખી હતી. બાંકડા ઉપર રોમિયો બેઠો હતો ત્યારે યુવતીએ મહિલા પોલીસને રોમિયો ને બતાવ્યો હતો.જેથી મહિલા પોલીસ એકલી ચાલતી નીકળી હતી અને બીજી મહિલાઓ વોચમાં ગોઠવાઈ હતી. પોલીસને ઓળખવામાં રોમિયોએ થાપ ખાધી હતી અને એકલી યુવતી ને જોઈ ઇશારા કરતા જ મહિલા પોલીસે તેને દબોચી લીધો હતો. પૂછપરછ દરમિયાન યુવકનું નામ અભિષેક મોડક (નવાયાર્ડ) હોવાનું ખુલ્યું હતું. છાણી પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.