ધોળકા વિધાનસભા વિસ્તારમાં ગુજરાત ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ધોળકા વિધાનસભામાં ગુજરાત ગૌરવ યાત્રા પ્રવેશી આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી જીતેન્દ્રસિંહ અને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા જોડાયા હતા. જેમનુ વટામણ ગામના આગેવાન અને હોદ્દેદારો તેમજ સીમેજ ગામે ગૌરવ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત માં સરપંચ દાયમા વનરાજસિંહ, , તેમજ સીમેજ ગામ ના આગેવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારબાદ આ યાત્રા ધોળકા શહેરમાં પ્રવેશી બી.પી. દાવડા સરસ્વતી સ્કૂલ ખાતે ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાન કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં હાજર ભાઈઓ તથા બહેનો ફૂલોની પાંદડી થી તેમજ કુમકુમ તિલક કરી તેમનું સ્વાગત કર્યું હતું કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે હાલમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર તમામ વિકાસ લક્ષીયોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં અગ્રેસર રહી ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપી રહી છે. ખાસ કરીને તેમણે કાશ્મીર ની ૩૭૦ ની કલમનો જે સરકારે રદ કરેલ છે અને તેના હિસાબે કાશ્મીરના લોકો અને આંતકવાદ ની ઘટના માં ઘણો સુધારો આવ્યો છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગૌરવ યાત્રા ની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને ગૌરવ છે તે રશિયા અને યુક્રેન ના યુદ્ધમાં ભારતના અને પાકિસ્તાનના લોકો પણ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને જ્યાં સુધી બહાર ના નીકળ્યા ત્યાં સુધી રશિયા એ બોમ્બ મારો બંધ કર્યો હતો. અમને તેનું ગૌરવ છે એવી તો અનેક યોજનાઓ અને વાતો છે કે જેનુ અમને ગૌરવ છે. આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, યાત્રાના ઇન્ચાર્જ અમિતભાઈ ઠાકર. પ્રમુખ શ્રી રાજુભાઈ દેસાઈ દિગ્વિજયસિંહ મસાણી. ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ મંડોરા.રમેશભાઈ મકવાણા .કાળુભાઈ ડાભી ધારાસભ્યશ્રીઓ. પૂર્વ પ્રમુખશ્રીઓ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના તેમજ જિલ્લાના હોદ્દેદારો, યાત્રાની સાથે આવેલા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રીપોર્ટર : મુકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.