હસમુખભાઈ કારેલીયા દ્વારા વડીલ ભાઈઓ-બહેનો માટે ચોટીલા યાત્રાનું ઉમદા આયોજન
હસમુખભાઈ કારેલીયા દ્વારા વડીલ ભાઈઓ-બહેનો માટે ચોટીલા યાત્રાનું ઉમદા આયોજન
સુરેન્દ્રનગરના વતની અને હાલ સુરતમાં નિવાસ કરતા હસમુખભાઈ કારેલીયાએ વડીલ ભાઈઓ-બહેનો માટે ભાવનાપૂર્વકના ભક્તિ યાત્રાનું આયોજન કરી સમાજસેવાના ઉમદા ઉદાહરણ પૂરું પાડી દીધું છે.
દર વર્ષે મોટા પાયે સમૂહલગ્ન, બાળકોને ચોપડા-કીટ વિતરણ અને વૃદ્ધો માટે વિવિધ સેવાકાર્યો અંજામ આપતા હસમુખભાઈએ આ વર્ષે સુરેન્દ્રનગરથી ચોટીલા સુધીના યાત્રાનો આયોજન કર્યું હતું.
આ યાત્રાના ભાગરૂપે યાત્રાળુઓએ ચોટીલા ખાતે આવેલા પાવન ધામ લીંમ્બચ ભવાની મા ના દર્શન કર્યા અને મંદિરના પાટોત્સવ નિમિત્તે આયોજિત હવન યજ્ઞમાં પણ સહભાગી થયા. ભોજન અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે આ પ્રવાસ વધુ આધ્યાત્મિક અને યાદગાર બની ગયો.
યાત્રા દરમિયાન સુરેન્દ્રનગરના અશોકભાઈ કારેલીયાને વિચાર આવ્યો કે વાળંદ સમાજના વૃદ્ધ સભ્યો માટે આવી યાત્રાઓ વધુ પ્રમાણમાં યોજવી જોઈએ અને ખાસ કરીને માતાજીના પાટોત્સવમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવી જોઈએ.
પ્રવાસ પૂર્ણ થયા બાદ દરેક યાત્રાળુએ આનંદ અને ઉત્સાહ સાથે હસમુખભાઈ કારેલીયાનું આભાર માન્યું અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હંમેશા આવા સેવા કાર્યો તેઓના હસ્તે થતા રહે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
