ઠગાઈના ઇરાદે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી ALTO કારમાં ફરતો ઈસમ ઝડપાયો – બોટાદ SOGએ રંગેહાથ પકડ્યો - At This Time

ઠગાઈના ઇરાદે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી ALTO કારમાં ફરતો ઈસમ ઝડપાયો – બોટાદ SOGએ રંગેહાથ પકડ્યો


રિપોર્ટ:-ચેતન ચૌહાણ
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર ભાવનગર દ્વારા જીલ્લામાં કોઇ ગુન્હાહિત કૃત્ય ન બને તથા વાહનચોરીના બનતા બનાવો અટકાવવા માટે જીલ્લામાં વાહન ચેકીંગ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ જેથી બોટાદ જીલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા દ્વારા જરૂરી માર્ગદર્શન પુરૂપાડાવામાં આવેલ તથા અલગ અલગ ટીમો બનાવી આવા પ્રકારના ગુન્હાઓ અટકાવવા માટે પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ તા:-૧૫/૦૪/૨૦૨૫ ના રોજ બોટાદ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર એમ.જી.જાડેજા દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પેટ્રોલીંગ ફરવા સુચના આપવામાં આવેલ જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એમ.રાઠોડ તથા એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા અના.એ.એસ.આઇ.જયેશભાઈ ગભરૂભાઇ ધાધલ તથા અના એ.એસ.આઇ.ગોવિંદભાઇ કાળુભાઇ ગળચર તથા હેડ.કોન્સ.દિલીપસિંહ મહોબતસિંહ ટાંક નાઓ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અનાએ.એસ.આઇ. જયેશભાઇ ગભરૂભાઇ ધાધલ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,"બોટાદ પંજવાણી કાટાં પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી ઉભી છે જેમાં GJ 21AA 3756 વાળી નંબર પ્લેટ લગાવેલ છે જે નંબર પ્લેટ ખોટી લગાવેલ છે." જેવી હકિકત મળતા નેત્રમ ખાતે જાણ કરી સદરહુ વાહન નંબર એલર્ટમાં મુકવા માટે જાણ કરવામાં આવી અને "નેત્રમ"" દ્રારા સદરહુ વાહનની વોચ ગોઠવવામાં આવી અને સદરહું જગ્યા પર તપાસ કરતા હકિકત વાળી ગાડી ઉભેલ હોય તેમજ સદર હુ ગાડીમાં એક ઇસમ બેઠેલ હોય જેનુ નામ અરૂણભાઇ જસમતભાઇ ઓળકીયા ઉ.વ-૨૧ રહે-નાના પળીયાદ તા,જી- બોટાદવાળો હોય અને મજકુર પાસે સદરહું ગાડીના કોઇ આધાર પુરાવા પોતાની પાસે ન હોય જેથી પોકેટ કોપ : મારફતે egujcop માં સર્ચ કરતા સદરહુ નંબર પ્લેટ ડુપ્લીકેટ જણાય આવેલ હોય જેથી મજકુર ઇસમે કોઇ ગુન્હાહિત કૃત્ય કે ઠગાઇ કરવાના ઇરાદે તેને પોતાના કબ્જા ભોગવટાની ALTO K10 ગાડી માં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવેલ હોય જેથી મજકુર આરોપીને ALTO K10 ગાડી કિ.રૂ. ૫૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી ઝડપી લઇ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની. કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહીકરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image