સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર લાકડીયાના ગ્રામ્ય જનો અને નીલ વિંઝોડા દ્વારા જામ કરી બિસ્માર રોડ નું સમારકામ ન કરતાં વિરોધ વ્યક્ત કર્યો હતો - At This Time

સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર લાકડીયાના ગ્રામ્ય જનો અને નીલ વિંઝોડા દ્વારા જામ કરી બિસ્માર રોડ નું સમારકામ ન કરતાં વિરોધ વ્યક્ત કર્યો હતો


સામખિયાળી થી રાધનપુર જતા હાઇવે પર સામખિયાળી થી લઈને સાંતલપુર વચ્ચે મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હોય જેને પૂરવા માટે તંત્ર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ સમારકામ કરવા માં ન આવતા આ હાઇવે પર લાકડિયા ના સામાજિક કાર્યકર નીલ વિંઝોડા તેમજ લાકડિયા ગામજનો દ્વારા હાઈવે પર જામ કરી અને વિરોધ પ્રદર્શન કરી વાહન ચાલકો માટે માથાનો દુખાવો બનેલ રોડ ને વહેલાં સર સમારકામ કરવામાં આવે નહિતો હવે પછી વધુ સમય માટે ચક્કાજામ કરવામાં આવશે . સ્પીડમાં જતી ગાડી અચાનક ખાડા આવી જતાં ખાડા બચાવવા ના ચક્કર માં અકસ્માત પણ થાય છે અને નાના દ્વિચક્રી વાહન જેવા ને આજુબાજુ વાળાને પણ નુકસાન થાય છે અને હમણાં જ થોડા દિવસ પહેલાં એક માતાનાં મઢ દર્શન જતાં બાઈક સવાર અને ટોલ ટેક્સ પર ફરજ બજાવતા લાકડિયા ના એક યુવાન ને અકસ્માત માં મૃત્યુ થયું હતું . ચોમાસામાં સંખ્યાબંધ અકસ્માત આ રોડ પર થવા છતાં પણ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે સ્ટેટ આર એન બી ના ભ્રષ્ટ અધિકારીઓને સહેજ પણ દેખાતું નથી મસ મોટા ટોલ ટેક્સ લેતાં હોય પણ રોડ ભ્રષ્ટાચારના ખાડા ના દેખાઇ એ તો આંખમાં મોતિયા આવ્યો હોય તેવુ લાગે છે . આ રોડ પર આવતા નેતાઓને અને અધિકારીઓ ને પણ આ રોડ દેખાતો નથી જેથી થી જિલ્લા કક્ષાએ જતા આવતા લોકો અને રોજીંદુ અપડાઉન કરતા લોકો સહિત કચ્છ પ્રવાસ દરમિયાન આવતાં લોકો તેમજ મુલાકાત લેવા આવતા લોકો આ રોડ પર આવતા જ ત્રાહિમામ પોકારી જાય છે , અને દર વર્ષે યાતના નો ભોગ બને છે હવે તો લાગી રહ્યું છે કે રોડ બનાવનાર અને તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કદાચ લોકોને ફરજ પડશે તેવું લાગી રહ્યું છે.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.