સાણંદમાં નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમા આયમન શાળા યોજાઈ
નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચમન - કાર્યશાળા યોજાઈ.
અમદાવાદના સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, સાણંદ અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ સંદર્ભે જિંદગી માંગે છે જવાબ વિષય પર કાર્યશાળા યોજાઈ. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી તથા નીલકંઠ સ્કૂલના શિક્ષકો એમ કુલ મળી 90 શિક્ષકો,આચાર્યો,તેમજ સંચાલકો આ કાર્ય શાળામાં સહભાગી થયા હતા. આ કાર્યશાળામાં જીવન એટલે શું? અર્થપૂર્ણ જીવન કોને કહેવાય? માનવજીવનનું મૂલ્ય શું? સ્વપ્રેમી, ડિબેટ, રોલપ્લે, પત્રલેખન, પત્રપઠન તેમજ હું જ મારો સર્જનહાર વગેરે મુદ્દા પર સ્વયં વિચાર કરી પરસ્પર આદાનપ્રદાન દ્વારા સંવાદ થયો હતો. આ કાર્યશાળા સવારના આઠ વાગ્યાથી સાંજે છ સુધી એમ બે સત્રમાં કાર્યશાળા ચાલી હતી. આ કાર્યશાળામાં આનંદાલયના સ્વપ્નદ્રષ્ટા, પ્રેરક માન. અતુલભાઈ ઉનાગર, હરેશભાઈ ત્રિવેદી ( વિદ્યાભારતી ફાઉન્ડેશન ) શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ. મનીષભાઈ દેત્રોજાએ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું
બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ
9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.