સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજીત ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૮૧ નવદપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા - At This Time

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજીત ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૮૧ નવદપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા


મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ નો ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો
- ૮૧ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા
- પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા
- સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતું
- ૨૦ હજાર થી પણ વધારે સમાજ ના ભાઇ બહેનો લોકો ઉપસ્થિત રહ્યાં
પ્રાંતિજ તા.૨૩|૨|૨૦૨૫
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મામરોલી ખાતે પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ આયોજીત ૨૯ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૮૧ નવદપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
પ્રાંતિજ-તલોદ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજીત ૨૯ સમૂહ લગ્નોત્સવ તા.૨૩|૨|૨૦૨૫ ને રવિવાર ના રોજ પ્રાંતિજ ના મામરોલી ગામ ખાતે આવેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો જેમાં ૮૧ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા તો પ્રાંતિજ-તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ક્ષત્રિય સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , સમાજ ના પ્રમુખ ભરતસિંહવૃકતુસિંહ મકવાણા , મંત્રી જીવનસિંહ એફ.ચૌહાણ , ખજાનચી રાયસિંહપી.મકવાણા એ જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે સંતો મહંતો ઉપસ્થિત રહી ને નવ દંપતી ને આશીર્વાદ પાઠવ્યા હતા. લગ્નોત્સવ ના મુખ્ય યજમાન ભરતસિંહ રતનસિંહ મકવાણા તેમજ તેમના ધર્મ પત્ની નર્મદા.બા એ સેવા આપી હતી. 81 નવ દંપતી ઓ લગ્ન ગ્રંથિ થી જોડાયા ત્યારે તેમના સગા સંબંધી અને મિત્રો થી સમસ્ત લગ્ન મંડપ જનમેદની થી છલકાઈ ગયો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખો સહિત સમાજ ના હોદેદારો કાર્યકરો આગેવાનો સહિત ૨૦ હજાર થી પણ વધારે સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમ નુ એન્કરીંગ મહેશભાઇ પટેલ દ્રારા કરવામા આવ્યુ હતુ.આ સમૂહ લગ્નોત્સવ માં દાન આપનાર દાતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ ઘર વખરી નો સામાન વાસણ,તિજોરી કબાટ, પલંગ અને અન્ય ઘર વપરાશ ની આઈટમો નવ દંપતી ઓને ભેટ આપવામાં આવી હતી. દર વર્ષે યોજાતા નીશુલ્ક સમૂહ લગ્નોત્સવ સમાજ માટે આશિર્વાદ રૂપ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image