અડપોદરા પ્રા.શાળાના છાત્રો વિવિધ સ્પર્ધામાં ઝળક્યા - At This Time

અડપોદરા પ્રા.શાળાના છાત્રો વિવિધ સ્પર્ધામાં ઝળક્યા


સાબરકાંઠા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વકતાપુર મુકામે યોજાઈ હતી. જેમાં અડપોદરા જૂથ પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં શાળાની વિદ્યાર્થિની માહી જીગ્નેશકુમાર પટેલ લગ્નગીતમાં પ્રથમ નંબર, લોકગીતમાં બીજા નંબર જ્યારે સમૂહગીત સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવેલ છે. શાળા માટે તત્પર એવા વિનોદભાઈ નાયક દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું હતું તથા શાળા પરિવારની ખૂબ મહેનતથી બાળકોએ સારો દેખાવ કર્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા બાળકો અને સ્ટાફગણને શુભેચ્છાઓ પાઠવી હતી


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image