ધંધુકા તાલુકાના શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ (વગડે) ખાતે આજે સાંજે તૃતીય પાટોત્સવ અને સપ્તામૃત મહોત્સવ ઉજવાશે
ધંધુકા તાલુકાના શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ (વગડે) ખાતે આજે સાંજે તૃતીય પાટોત્સવ અને સપ્તામૃત મહોત્સવ ઉજવાશે
ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ ભાલ (વગડે) ખાતે આજે તારીખ 11/04/2025 ને શુક્રવારે સાંજે ભવ્ય તૃતીય પાટોત્સવ અને સપ્તાહમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને માનવસેવા કાર્યક્રમો યોજાનાર છે.
આ પાવન અવસરે નવચંડી યજ્ઞ, તૃતીય સમૂહ લગ્ન, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ, મોગલ માતાજીની ધજારોહણ, ભોજનાલય, પ્રાર્થના હોલ તથા રસોઈ ઘરના ઉદઘાટન સહિત અનેક શુભ કાર્યો યોજાશે.
સનાતન હિંદુ પરંપરા અનુસાર સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો આયોજિત કરવામાં આવ્યો છે, જે માનવધર્મની જ્યોતને અખંડ રાખવાના સંકલ્પ સાથે સંકળાયેલ છે. આ સાથે માનવ કલ્યાણ માટે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યા છે.
પાટોત્સવ નિમિત્તે ભક્તિભીના અબીલ-ગુલાલ ઉડશે અને શક્તિ આરાધનાથી મહોત્સવ ગુંજશે. સંતવાણી દ્વારા વંદના અને આશીર્વાદ વહાવવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક શ્રી વિજયસિંહ બાપુ અને મહંતશ્રીની અનન્ય પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સંપન્ન થશે. ભાલના પવિત્ર ધામમાં આજે દિવ્ય અને અપૂર્વ સ્નેહમય માહોલનું આયોજન સમગ્ર સમુદાય માટે ઉલ્લાસભેર ઉજવાશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
