ચિત્રોડની આંગણવાડી ખાતે તાલુકા કક્ષાના “સંકલ્પ સપ્તાહ”કાર્યક્રમની ઉજવણી કરાઈ
૧૦ ઓક્ટોબર સુધી રાપર તાલુકાની ૨૫૪ આંગણવાડીમાં “સંકલ્પ સપ્તાહ”ની ઉજવણી કરાશે
ભારત સરકારના નીતી આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ(ABP)ની શરૂઆત કરવામાં આવી છે જે અંતગર્ત વિકાસશીલ તાલુકાઓમાં કુલ ૩૯ આયામો ઉપર સઘન ભાર મુકવામાં આવ્યો છે.
તા.૦૩/૧૦/૨૦૨૩ થી ૦૯/૧૦/૨૦૨૩ સુધી “સંકલ્પ સપ્તાહ” અંતગર્ત રાપર ઘટક-૧ની કુલ ૧૨૫ આંગણવાડી અને રાપર ઘટક-૨ની કુલ ૧૨૯ આંગણવાડી કેન્દ્રોમાં “સંકલ્પ સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવશે.
રાપર તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાપર ઘટક-૧ના ચિત્રોડ-૧ સેજો, ચિત્રોડ-૩ આંગણવાડી કેન્દ્રમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથભાઈ પંડયા, ઇ.સીડીપીઓ હંસાબેન ઠકકર, મેડિકલ ઓફિસર નીતાબેન ગૌસ્વામી, સરપંચશ્રી સામતભાઇ વેલાભાઇ ખોડના હસ્તે દિપ પ્રાગ્ટયથી કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર દ્વારા પોષણ આહાર વિશે વિસ્તૃતથી સમજણ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ તરફથી ૧૦થી ૧૯ વર્ષની કિશોરીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશરની તપાસ અને વેક્સિન લેવા વિશે સમજણ આપવામાં આવી હતી. ૦ થી ૫ વર્ષના બાળકોની ઊંચાઈ, વજન ચેક કરવામાં આવ્યું હતું.
સગર્ભા, ધાત્રી અને કિશોરીઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. મુખ્ય સેવિકા પુરીબા એસ. વાઘેલા દ્વારા શારિરીક, માનસિક, જાતિય વિકાસ અને ફેરફારો અંગે સમજણ આપવામાં આવી હતી. તે ઉપરાંત ગ્રોથ મોનીટરીંગ, મિલેટ્સ વાનગી હરિફાઇ જેવા કાર્યક્રમો આંગણવાડી વર્કરો દ્વારા યોજવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઇ.સી.ડી.એસ કચેરીનો સમગ્ર સ્ટાફ, આરોગ્યના
સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.