સાબરકાંઠા જિલ્લામાં-: વાવાઝોડું,કરા અને વરસાદની આફત,હિંમતનગરમાં વીજળીના ચમકારા અને કડાકાએ લોકોને ઊંઘમાંથી ઉભા કર્યા,5 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો..... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: વાવાઝોડું,કરા અને વરસાદની આફત,હિંમતનગરમાં વીજળીના ચમકારા અને કડાકાએ લોકોને ઊંઘમાંથી ઉભા કર્યા,5 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો…..


સાબરકાંઠા જિલ્લામાં-: વાવાઝોડું,કરા અને વરસાદની આફત,હિંમતનગરમાં વીજળીના ચમકારા અને કડાકાએ લોકોને ઊંઘમાંથી ઉભા કર્યા,5 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો.........
----------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: રાત્રી દરમિયાન હિંમતનગર જિલ્લામાં વીજળીના ચમકારા બાદ ભારે ગાજવીજ અને કડાકા સાથે કમોસમી વરસાદ ગતિ સાથે વરસ્યો હતો.વીજ કડાકાના અવાજથી ઊંઘમાંથી લોકો ઉભા થઇ ગયા હતા.જો કે કમોસમી વરસાદની ગતિ સાથેનું ઝાપટું પડતા રોડ પર પાણી પાણી થઇ ગયું હતું.જિલ્લાના કેટલાક તાલુકાના વિસ્તારોમાં વીજળી ડુલ થઇ ગઈ હતી.. કમોસમી વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે બપોર બાદ અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો.છેલ્લા 24 કલાકમાં આઠમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.વિજયનગર અને આસપાસ ત્યારબાદ ઈડરના સુર્યનગર,ખેડબ્રહ્માના કેટલાક વિસ્તારમાં અને તલોદના પુસરીમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.હિંમતનગરમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક પહેલા દુર દુર સુધી વાદળોનો ગડગડાટ શરુ થયો હતો.થોડા સમયમાં જ વીજળીના ચમકારા શરુ થઇ ગયા હતા અને ભારે ગાજવીજ શરુ થઇ હતી.. ચારે બાજુ વીજળીના ચમકારા વચ્ચે થોડાક અંતરે તો મોટા અવાજ સાથે અચાનક વીજ કડાકો થયો હતો.જેને લઈને લોકો ઊંઘમાંથી ઉભા થઇ ગયા હતા.બીજા વીજ કડાકાએ તો કેટલાક વિસ્તારમાં તો વીજળી ડુલ થઇ ગઈ હતી.ભારે વીજ કડાકા બાદ અચાનક ગતિ સાથે કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો હતો.સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ થતો હતો. જોતજોતામાં વરસાદને હિંમતનગર શહેરના કેટલાક વિસ્તારમાં લઈને રોડ પર પાણી ફરી વળ્યું હતું.લગભગ બે કલાક બાદ કમોસમી વરસાદ અને ગાજવીજની ધણધણાટી બંધ થઇ હતી.ફાગણ મહિનામાં ચોમાસાની પરિસ્થિતિ જોવા મળી હતી.. કમોસમી વરસાદને લઈને ખેતરમાં ઉભા તૈયાર પાકને લઈને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 8 માંથી 5 તાલુકામાં 1 મીમીથી 13 મીમી કમોસમી વરસાદ નોંધાયો હતો.જેમાં ખેડબ્રહ્મા-1 મીમી,તલોદ-11 મીમી,પ્રાંતિજ 05 મીમી,વિજયનગર 13 મીમી અને હિંમતનગરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.