બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં ઝઘડો કરતા ઇસમને પકડી પાડતી બોટાદ પોલીસ

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં ઝઘડો કરતા ઇસમને પકડી પાડતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમની મદદથી જાહેરમાં ઝઘડો કરતા ઇસમને પકડી પાડતી બોટાદ પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જેની,મ્હે.પોલીસઅધિક્ષક,કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે પોલીસ કર્મચારીઓ સર્વેલન્સ કરી રહ્યા હતા તે દરમ્યાન કલાક ૧૦:૧૦ વાગ્યે ખસ ટી-પોઈન્ટ લોકેશન પર જાહેરમાં એક છકડો ચાલક માથાકૂટ કરી રહ્યો હતો અને માણસો ભેગા થતા તુરત જ કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતેથી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમને વર્ધી આપી જાણ કરતા PCR સ્થળ પર આવી ગયેલ અને મજકુર ઝઘડો કરતા ઇસમને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૩૦૩૬૪/૨૦૨૩ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી:- હરિભાઈ મેપાભાઈ માલકીયા, ઉ.વ.૫૦, ધંધો- ડ્રાઈવિંગ, રહે- બોટાદ, હરણકુઈ, તા.જી.બોટાદ

કામગીરીમાં જોડાયેલ અધિકારી તથા કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં બોટાદ ટાઉન પો.સ્ટે. થાણા અધિકારી પો.ઇન્સ. વી.બી.દેસાઈ સાહેબ તેમજ CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી વાય.એન.ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના (૧) અનાર્મ પો.કો. ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા, (૨) આર્મ પો.કો. શીતલબેન કરશનભાઈ ડાભી, (૫) આર્મ પો.કો સંદીપકુમાર ગીરીશભાઈ રાઠોડ નાઓ જોડાયેલા હતા

Report By Asraf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »