ભચાઉ પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે મહાવીરસિંહ રાણા ફરી બિનહરીફ વરણી કરાઈ
ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર એસોસિએશનના પ્રમુખ પદે મહાવીરસિંહ બળવંતસિંહ રાણાની ફરીવાર બિનહરીફ વરણી થઈ છે. આ પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે, જે પત્રકારત્વ ક્ષેત્રે તેમના લાંબા યોગદાન અને સુસંગત નેતૃત્વ માટે સંસ્થાના સભ્યોનો વિશ્વાસ પ્રદર્શિત કરે છે.
મહાવીરસિંહ રાણા ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટાયા બાદ મહાવીરસિંહ રાણાએ આ પ્રતિષ્ઠિત જવાબદારીને શ્રેષ્ઠ રીતે નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકાર સમાજના હિત માટે સતત કાર્યશીલ રહી સંગઠનને વધુ મજબૂત બનાવવામાં પુરક બનશે.
સંસ્થાના તમામ સભ્યોએ મહાવીરસિંહ રાણાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે. નેતૃત્વ હેઠળ પત્રકાર એસોસિએશન વધુ મજબૂત અને સક્રિય બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે
