આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઇ 1 ની ગમડાઉ પ્રાથમિક શાળા કરવામાં આવ્યું. - At This Time

આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઇ 1 ની ગમડાઉ પ્રાથમિક શાળા કરવામાં આવ્યું.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સર તેમજ ડો. રોશન સર, ના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નુ આયોજન આધોઇ-1 ની ગમડાઉ પ્રાથમિક શાળા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત શાળા ના વિદ્યાર્થીઓ ને આરોગ્ય વિશે માહિતી આપવામાં આવી હતી.
જેમાં વૃદ્ધિ અને વિકાસ, કેવો ખોરાક ખાવો જોઈએ, ખોરાક ના છ ઘટકો વિષે તેમજ આઈ.એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપી હતી.
જેમાં નિબંધ સ્પર્ધા , મહેંદી સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ૧ થી ૩ નંબર ને તેમને પ્રોત્સાહિત ઈનામ આપવા મા આવ્યા હતા.
આ પ્રોગ્રામ માં એડોલેસન્ટ હેલ્થ કાઉન્સિલર કિરેનભાઈ પાતર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર યશભાઈ પ્રજાપતિ, શાળા ના આચાર્ય જયેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા ના તમામ સ્ટાફ હાજર રહ્યાં હતાં.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image