જસદણ વીંછિયા પંથકમાં ઢેફાફાડ ઠંડી - At This Time

જસદણ વીંછિયા પંથકમાં ઢેફાફાડ ઠંડી


જસદણ વીંછિયા પંથકમાં ઢેફાફાડ ઠંડી

છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં હવામાન સારું હતું. લોકોને કાતિલ ઠંડીથી થોડી રાહત મળી હતી. પરંતુ આ અઠવાડિયે ઠંડી ફરીથી થોડી વધી છે. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે કોલ્ડ વેવને (cold wave) લઈને એક નવું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 19 જાન્યુઆરીથી શીતલહરની સ્થિતિ ઓછી થવાની સંભાવના છે, કારણ કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન ક્ષેત્રને ઝડપથી અસર કરે તેવી શક્યતા છે.
જસદણ હાલ છેલ્લા 4 થી 5 દિવસથી જોરદાર ઠંડી માહોલ જોવા મળ્યો છે ત્યારે જસદણ પંથકમાં આજે હાડ ગાળતી ઠંડી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં લોકો ધ્રુજી ઉઠ્યા હતા આજે 11 ડીગ્રી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઠેર ઠેર તાપણાં શરું થયાં ચા હોટલમાં લોકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ઠેર ઠંડીની ચર્ચા નો વિષય બની ગયો છે.
IMD અનુસાર, પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18 જાન્યુઆરીની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરી શકે છે અને બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 20 જાન્યુઆરીની રાતથી અસર કરી શકે છે. આ કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી શીત લહેર ગુરુવારથી ઓછી થવાની સંભાવના છે. પરંતુ આ પહેલા, મંગળવાર સવાર સુધીમાં, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.