ગોકુલપરામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ત્રણ શખ્સનો તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ - At This Time

ગોકુલપરામાં જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર ત્રણ શખ્સનો તલવારથી હુમલો કરી હત્યાનો પ્રયાસ


નવા થોરાળા પાસેના ગોકુલપરામાં રાત્રીના જુના ઝગડાના પ્રશ્ને યુવક પર ત્રણ શખસોએ તલવારના ધા ઝીંકી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે હત્યાની કોશીષ સહીતનો ગુનો નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
બનાવની વિગત મુજબ, ગોંડલ રોડ પર આંબેડકર નગરમાં રહેતાં જાગૃતિબેન રવજીભાઈ મૂછડીયા (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રફુલ રવજી ડાંગર, પ્રકાશ ગોવિંદ ખીમસૂરિયા અને યોગેશ ખીમસૂરિયાનું નામ આપી જણાવ્યું હતું કે,
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગોકુલ પરામાં રહેતા અને ટ્રક ડ્રાઈવીંગ કરતા તેમના મોટા ભાઈ કિશોરભાઈ જેન્તીભાઈ ખીમસૂરિયા તેમના ઘર પાસે હતાં ત્યારે આરોપી પ્રફુલ ડાંગરને તું મારા કાકી સામે કેમ જોવે છે કહ્યું હતું. જે બાદ આરોપી ત્યાંથી જતો રહેલ અને મોડી રાતના નવ વાગ્યાની આસપાસ ફરીવાર પ્રફુલ ડાંગર અને પ્રકાશ ખીમસૂરિયા અને યોગેશ ઘસી આવેલ અને કિશોરભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી. તેમજ પ્રકાશે અને યોગેશે કિશોરભાઈને પકડી રાખી તલવારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image