એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ ના તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ યોજાઈ - At This Time

એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ ના તાલીમાર્થીઓની ઇન્ટર્નશીપ યોજાઈ


એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસા ના તાલીમાર્થીઓ તા. 26 12 24 થી 10 01 25 સુધી પાલનપુર પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશીપ શાળા સઘન કાર્યક્રમમાં જોડાયા છે. આ કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય ગીતાબેન નીનામાએ આપ્યું હતું. આ સમય દરમિયાન તાલીમાર્થીઓએ શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ નો વિકાસ થાય તે માટે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ટરશીપ ના છેલ્લા તબક્કામાં વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો તથા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માં બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ સાહેબ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર ઇન્ટર્નશીપ દરમિયાન પાલનપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને સ્ટાફનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image