11 દારૂના ગુનાઓ ધરાવતા લિસ્ટેડ બુટલેગર ભૈરવ ઉર્ફે રવિ રાજપૂતની જામીન અરજી નામંજૂર કરતી પંચમહાલ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટ.
શહેરા
શેહરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ એમ ડામોર ને બાતમી મળેલ કે ગોધરા તરફથી ગમન બારીયા ના મુવાડા ગામ તરફ એક આઇસર ગાડી નંબર એચ.આર. 55 .એએમ. 8336 માં ભારતીય બનાવટ વિદેશી દારૂનો ખૂબ મોટો જથ્થો ભૈરવસિંહ ઉર્ફે રવિ માનસિંહ રાજપુત તે મંગાવેલ છે અને સદર દારૂનું કટીંગ ગમન બારિયા ના મુવાડા ગામે જંગલમાં કરવાની પેરવીમાં છે તેવી મળેલ બાતમીના આધારે શહેરા પોલીસ ના માણસોએ વોચ ગોઠવેલી અને સદર બાતમી વાળી ગાડી આવતા તેને ઉભું રાખતા તેમાંથી ડ્રાઇવર ગાડી જાડી જાખરામાં ઉતારીને નાસી ગયેલ અને ગાડી ની અંદર તપાસ કરતા તેમાંથી ખૂબ મોટો જથ્થો રૂપિયા 48 લાખ ની આસપાસ નો દારૂનો માલ પોલીસે કબજે કરી જેના આધારે પોલીસે આરોપી ભૈરવસિંહ ઉર્ફે રવિ માનસિંહ રાજપુત નાઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરતા આરોપી તરફથી સૌ પ્રથમ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ ગોધરામાં આગોટારા જામીન અરજી મૂકવામાં આવતા સદર જામીન અરજી નો સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હર્શેસ કુમાર દેસાઈએ વિરોધ કરતા અને આરોપીનો લાંબો ચોડો ગુનાહિત ઇતિહાસ ની રજૂઆત થતા આરોપીની આગોતરા જામીન અરજી ના મંજૂર કરવામાં આવેલ. જે બાદ શહેરા પોલીસે આરોપીની ધરપકડ કરતા આરોપીએ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ ગોધરામાં રેગ્યુલર જામીન મેળવવા માટે જામીન અરજી દાખલ કરેલ. જે જામીન અરજીના કામે સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હર્ષેશકુમાર દેસાઈ એ દલીલ કરતા જણાવેલ કે આરોપી પ્રોહીબિશન 11 ગુનાઓ ધરાવે છે. આરોપીને જામીનમુક્ત કરવામાં આવે તો આરોપી આગામી આવનાર લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની અંદર આવા જ પ્રકારના ગુનાનું પુનરાવર્તન કરે અને મોટા પાયે દારૂની હેરાફેરી કરાવે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે તેમ જ સદર કામે શહેરા પોલીસ સ્ટેશન ના તપાસ કરનાર અમલદાર પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. રાજપુત ના ઓએ રજૂ કરેલ સોગંદનામાને ધ્યાને લેતા નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ ના જજ શ્રી પી.એ. માલવિયા ના એ આરોપી ભૈરવ ઉર્ફે રવિ માનસી રાજપુતની રેગ્યુલર જામીન અરજી ના મંજૂર કરતા આવા લિસ્ટેડ બુટલેગર માં ભય વ્યાપી જવા પામેલ છે.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.