વિરાણી વાડી પાસે માથાકૂટ થયા બાદ ફરિયાદ નોંધાવા ગયેલા શ્રમિકની એકટીવાની ચોરી
વિરાણીવાડી પાસે માથાકૂટ થયા બાદ ફરીયાદ નોંધાવા ગયેલ શ્રમિકની વિરાણી વાડી પાસે પાર્ક કરેલ એકટીવા કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છુટતા એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે નવા થોરાળામાં રહેતા હરેશભાઈ બીજલભાઈ સોલંકીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ હતું કે તેઓ ગઈ તા.21-10ના રાત્રીના સમયે તેની પત્નિ સાથે એકટીવા બાઈક નં. જીજે 03 જેજી 0250 લઈ હાથીખાના રોડ પર વિરાણી વાડી પાસેથી પસાર થતા હતા ત્યારે અન્ય એક એકટીવા ચાલક સામે માથાકૂટ થતા તેઓએ તેમનું એકટીવા વિરાણી વાડી ચોકમાં મુકી માથાકૂટ કરનાર એકટીવા ચાલક સામે ગુનો નોંધવા એ ડીવીઝન પોલીસ મથકે ગયા હતા.
બાદમાં તેઓ બીજા દિવસે પોતાનું એકટીવા લેવા વિરાણી ચોકમાં લેવા ગયેલ ત્યારે ગાડી ત્યાં જોવા મળેલ નહીં જે અંગે આજુબાજુ તપાસ કરતા તેમજ સબંધીઓની પુછપરછ કરતા જે ગાડીનો પત્તો ન લાગતા રૂા.45 હજારની એકટીવા ચોરીની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે તસ્કરની શોધખોલ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.