પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકા ખાતે રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરાયું,કુલ ૧૦ હજાર ૯૦૦ કેસોનું સમાધાન કરાયું
નાલસા નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ - ગોધરા તથા તાલુકા કક્ષાએ આજરોજ રાષ્ટ્રિય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદી - જુદી ફોજદારી, દીવાની તથા એમ.એ.સી.ટી. ટ્રીબ્યુનલ, ફૅમિલી કોર્ટ દ્વારા સમાધાન લાયક દીવાની તથા ફોજદારી કેસો ઉપરાંત વીજ કંપની , મોબાઇલ કંપની , બેંક , ગેસ કંપની જેવી સંસ્થાઓ દ્વારા તમામ કેટેગરી મળીને કુલ - ૨૦૦૦૦ કેસો મુકવામાં આવેલ તે પૈકી કુલ - ૧૦૯૦૦ કેસોનો લોક અદાલતના માધ્યમથી સમાધાન થતાં પૂર્ણ કરવામાં આવ્યા હતા.
બ્યુરો ચીફ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.