અંજાર નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવની આગેવાની હેઠળ અંજાર નગરપાલિકાના કાયમી તેમજ રોજમદાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ માં જોડાયા હતા.
અંજાર :
ગુજરાત રાજ્ય ના નગરપાલિકા ના કર્મચારીઓ ના મળતા પગાર ભથ્થા સહિતની પડતર માંગણીઓ તેમજ અન્ય 20 લાભો આપવા અંગે રાજ્ય સરકારની નીતિઓના વિરુદ્ધમાં અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા તારીખ ૧૫-૧૦-૨૦૨૨ થી ચોક્કસ મુદતની હડતાલ પાડવાનું એલાન આપેલ છે, તે સંદર્ભમાં અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મહામંડળ ના જોઈન્ટ સેક્રેટરી અને અંજાર નગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ શ્રી ખીમજી પાલુભાઈ સિંધવની આગેવાની હેઠળ અંજાર નગરપાલિકાના કાયમી તેમજ રોજમદાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ માં જોડાયા હતા.
આ આંદોલનના ભાગરૂપે અંજાર નગરપાલિકાની વિવિધ સેવાઓ ક્રમશઃ બંધ કરવામાં આવશે. જેમાં તારીખ ૧૫-૧૦ તથા ૧૭-૧૦ ના કચેરીની તમામ વહીવટી કામગીરીમાં પેન ડાઉન, તારીખ ૧૮-૧૦ ના શહેરમાં પાણી પુરવઠાની સપ્લાય બંધ રાખવામાં આવશે, તારીખ ૧૯-૧૦ ના શહેરમાં રોડલાઈટ બંધ રાખવામાં આવશે, તારીખ ૨૦-૧૦ ના સફાઈને આનું સંગીત કામગીરી બંધ રાખવામાં આવશે તેમજ તારીખ ૨૧-૧૦ થી તમામ આવશ્યક સેવાઓને લગતી તમામ કામગીરી ઓ ચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવશે.
શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા કર્મચારીઓના હિત માટે લડતી બંને સંસ્થાઓની અંજાર નગરપાલિકાના તમામ કર્મચારીઓ સહિત આ લડતને અમે ટેકો જાહેર કરીએ છીએ અને અમે આ લડતમાં તેમની સાથે જોડાયેલા રહેશું. આ લડતમાં જોડાયેલા કર્મચારીઓમાં અધિકારીઓ સર્વશ્રી સંદીપભાઈ ચુડગર,શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી બિંદૂલભાઈ અંતાણી, શ્રી તેજપાલભાઈ લોંચાણી, સુરેશભાઈ છાયા, રશ્મિનભાઈ ભીન્ડે, શ્રી સાવનભાઈ પંડ્યા ,શ્રી ગુંજનભાઈ પંડ્યા ,શ્રી અનષભાઇ ખત્રી, શ્રી ચિરાગભાઈ ઠક્કર, શ્રી શંકરભાઈ સિંધવ ,શ્રી પ્રકાશભાઈ રોશિયા, શ્રી સુરજમલ ભાંવરલાલ વગેરે તમામ કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.