વિરપુર પોલીસની સરાહનીય કામગીરી, ધોરણ 10ના વિદ્યાર્થીને મોડુ થઈ જતા પોલીસે તાત્કાલિક PCR વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી…
વિરપુર પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી સામે આવી છે વિરપુર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીને પરીક્ષા આપવા જવા માટે મોડું થઇ ગયું હતું આ વિદ્યાર્થી નિરાશ મને ચાલતી ચાલતી જઈ રહ્યી હતી આ દરમ્યાન પોલીસકર્મી એ વિદ્યાર્થીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે મારે પરીક્ષા દેવા જવાનું છે અને મોડું થઇ ગયું છે મારી પાસે કોઈ વાહન નથી કે રીક્ષા વિદ્યાર્થીની આ વાત સાંભળી પોલીસકર્મી ભાવુક થઈ ગયા હતા પીએસઆઇને જાણ કરી ત્યારબાદ તેમણે એક મિનિટનો સમય બગાડ્યા વગર તરત જ પીસીઆર વાન સાથે મહિલા પોલીસને મોકલી આપી હતી પીસીઆર વાનમા વિધાર્થીને બેસાડી સી એમ દેસાઈ હાઈસ્કૂલથી ધોરાવાડા ડિવાઈન વિદ્યા સંકુલ ખાતેના તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી હતી. જેને લઇ વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જતા પરીક્ષા આપી શકી હતી..
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.