મોરબી જીલ્લામાં પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા માટે જીલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. - At This Time

મોરબી જીલ્લામાં પરીક્ષાઓની સુચારુ વ્યવસ્થા માટે જીલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ.


તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપવા જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ.

મોરબી:ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૭/૦૨ થી શરૂ થઈ રહી છે ત્યારે કલેકટર ઝવેરીના અધ્યક્ષતામાં જીલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ હતી. ત્યારે આ મિટિંગમાં જીલ્લા કલેકટરએ સમગ્ર પરિક્ષાની જરુરી તમામ પાસાઓનો રીવ્યુ કરી સમગ્ર જીલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીને યોગ્ય સાનુકૂળ વાતાવરણમાં ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા જરુરી સુચનો કર્યા હતા.

પરીક્ષાને અનુલક્ષી એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂટ ચાલે તેમજ જરુરી પરીક્ષા કેન્દ્રો પર નવા રૂટ ફાળવવા તેમજ વીજ વિભાગને વીજ પુરવઠો અવિરત રીતે મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવ્યા હતા. અધિક કલેક્ટર ખાચર દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ પર જીલ્લાના વર્ગ ૧ અને ૨ ના અઘિકારીઓની નિમણુંક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજનની વાત રજૂ કરી હતી. જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી,

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કે. એમ. મોતા તરફથી ધો. ૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં કુલ ૧૭ કેન્દ્રો પર ૮૬ બિલ્ડિંગમાં કુલ ૨૨,૮૫૫ વિધાર્થીઓ માટેની તમામ પુર્વ તૈયારી, પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમો આપવામાં આવી તેની માહિતી પુરી પાડેલ હતી. આ સિવાય ધો.૧૦ના ઝોનલ તરીકે એસ.જે.મેરજા અને ધો.12ના ઝોનલ તરીકે બી.એલ.ભાલોડિયા ચાર્જ સંભાળશે.

આ સમગ્ર મિટિંગની વ્યવસ્થાનું આયોજન વર્ગ ૨ પ્રવિણ અંબારીયા અને ભદ્રસિંહ વાઘેલાએ સંભાળ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image