સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી
સાબરકાંઠા જિલ્લામાં મકાન-દુકાન ભાડે આપતા પહેલા પોલીસને જાણ કરવી
સાબરકાંઠા જિલ્લામાં આવેલ ઐાધોગીક એકમોમાં પરપ્રાંતના માણસો કામ ધંધા અર્થે આવે છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતી સાથે સંકળાયેલ કોઇ વ્યક્તિ સ્થાનિેકે ભાડેથી મકાન/ દુકાન/ ઐાધોગીક એકમોની જગ્યા લઇ સ્થાનિક માણસો સાથે ભળી જઇ બદ ઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા હોય જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલીત નારાયણ સિંઘ સાંદુ તેમને મળેલ સત્તાની રૂઇએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ મકાન/દુકાન/ઐાધોગીક એકમોના માલિક કે સંચાલક અગર તો આ માટે આવા મકાન માલીકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જયારે મકાન ભાડે આપે ત્યારે સંબંધીત પોલીસ સ્ટેશને નીચે મુજબની વિગતો સહની જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યા ભાડેથી આપી શકશે નહીં. ભાડે આપેલ મકાન/દુકાન/ઐાધોગીક એકમોની જગ્યાની વિગત ભાડુઆત અને સંબધીત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામું તા. ૨૫ એપ્રિલ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
