કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓ દુર કરવા  માટે કસવાળા પ્રયત્નશીલ - At This Time

કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓ દુર કરવા  માટે કસવાળા પ્રયત્નશીલ


કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલીઓ દુર કરવા  માટે કસવાળા પ્રયત્નશીલ

સાવરકુંડલા – લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ઉનાળાની સિઝનમાં પિવાના પાણીની તંગી ખુબજ મોટા પ્રમાણમાં ઊભી થયેલી જણાય રહી છે ત્યારે ગ્રામીણ ગામડાઓમાં નર્મદાના પાણી સાથે વાલમેનો ના પક્ષપાતી વલણ સામે પણ ધારાસભ્ય મહેશ કસવાળા લાલઘૂમ થયા છે ને આવા વાલમેનોને જિલ્લા બહાર મૂકવા સુધીની લેખિત રજૂઆતો ધારાસભ્ય કસવાળાએ ગ્રામીણ ગામડાઓમાં પીવાની પાણીની મુશ્કેલીઓ દૂર કરવા અંગેની જરૂરી રજૂઆતો તંત્રના બાબુ અને મંત્રીશ્રીને કરી છે. લીલીયા તાલુકો ખારાપાટ વિસ્તાર હોઇ સ્થાનિક પીવાના પાણીનો કોઇ સ્ત્રોત ઉપલબ્ધ નથી ફકત નર્મદાના પાણી આધારીત પીવાનું પાણી મળે છે પરંતુ ગરમીના પ્રકોપના કારણે પાણીની જરૂરીયાત વધતા મોટાભાગના ગામોમાં પણ પાણીની તંગી ઉભી થયેલ હોવાની ફરિયાદો મળી રહી છે જયારે સાવરકુંડલા તાલુકાના ૩૫ ગામો પણ ખારાપાટ વિસ્તારમાં આવેલ હોઇ ત્યા પણ કોઇ સ્થાનિક સ્ત્રોત નથી અને બાકીના ગામો ડુંગરાળ વિસ્તારના હોઇ ત્યાં પાણીના તળ ખુબજ ઉંડા ગયેલ છે

અને કુવા તેમજ બોરમાં પાણી હાલ ઉપલબ્ધ નથી તેમા પણ નર્મદાનું પાણી હાલ આપવામાં આવે છે તે ખુબજ ઓછા પ્રમાણમાં હોઇ તેવા ગામો વિજપડી, ગાધકડા, ઘાંડલા, નેસડી, બાઢડા, જુનાસાવર, મઢડા, ડેડકડી, સાકરપરા, દોલતી, છાપરી તેમજ અન્ય ગામોમાં પણ પાણીની તંગી ખુબજ મોટા પ્રમાણમાં જોવા મળેલ છે આ તંગીના કારણે ઉનાળાની સિઝનમાં જરૂરીયાત મુજબનું પીવાનું પાણી ન મળવાના કારણે લોકોમાં નારાજગી વ્યાપેલી હોવાનું જણાય રહ્યુ છે પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી મળી રહે તે માટે કોઇ ટેકનિકલ મુશ્કેલીઓ હોઈ તો જીલ્લા કક્ષાએ આ અંગેની રિવ્યુ મિટીંગ રાખી પ્રાયોગીક ધોરણે ટેકનિકલ મુશ્કેલીઓ દુર કરી વધારે જથ્થો પાણીનો આપવામાં આવે તે ખુબજ આવશ્યક જણાય રહ્યું છે સાવરકુંડલા લીલિયા વિધાનસભા વિસ્તારમાં નર્મદા અને મહિપરીએજ યોજના આધારીત પીવાનું પાણી મળતુ હોઇ આ વ્યવસ્થા ૧૫ થી ૨૦ વર્ષ પહેલાની હોઇ પાઇપો તુટી જવાના બનાવો અવાર-નવાર બનતા હોઇ, ટેકનિકલ પ્રશ્નો ઇસ્યુ થતા હોઇ તેને નિવારવા ખુબજ જરૂરી છે


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.