IT સેવાઓના આઉટસોર્સિંગ પર બેંકો-NBFCs માટે નિયમો બદલાશે, RBIએ ડ્રાફ્ટ જારી કર્યો
ભારતીય રિઝર્વ બેંકે બેંકો તેમજ અન્ય નિયંત્રિત સંસ્થાઓ દ્વારા આઇટી સેવાઓના આઉટસોર્સિંગને લઇને સંબંધિત માપદંડનો પ્રસ્તાવ કર્યો હતો. આ માપદંડોનો હેતુ નાણાકીય, ઓપરેશનલ અને જમા સંબંધિત જોખમોનું સંચાલન કરવાનું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેવાઓના આઉટસોર્સિંગ પર આરબીઆઇના ડ્રાફ્ટ અનુસાર નિયંત્રિત સંસ્થાઓએ આઇટી અને આઇટી સક્ષમ સેવાઓના આઉટોસોર્સિંગ માટે કેન્દ્રીય બેંક પાસેથી પૂર્વ મંજૂરી લેવાની આવશ્યકતા નહીં રહે. RBIએ કહ્યું કે, કેટલીક સંસ્થાઓ પોતાના બિઝનેસ મોડલને સપોર્ટ કરવા માટે વ્યાપકપણે આઇટી અને આઇટી એનેબલ્ડ સેવાઓનો ઉપયોગ કરે છે. જ્યારે પોતાના મોટા પ્રોજેક્ટ માટે તે થર્ડ પાર્ટી પર નિર્ભર રહે છે, તેવામાં તે જોખમોનો શિકાર બને તેવી સંભાવના વધી જાય છે. ડ્રાફ્ટ અનુસાર, આ નિર્દેશોનો મુખ્ય હેતુ એ છે કે RBIએ સુનિશ્વિત કરવું જોઇએ કે આઉટસોર્સિંગ વ્યવસ્થા ગ્રાહકો માટે તેની જવાબદારી પૂરી કરવાની ક્ષમતાને ઓછી ના કરે. RBIએ આ ડ્રાફ્ટને લઇને હિસ્સેદારો પાસેથી 22 જુલાઇ સુધી સૂચનો માંગ્યા છે. બેંકો, પેમેન્ટ બેંકો, સહકારી બેંક, NBFC અને અન્ય નિયંત્રિત સંસ્થાઓને એક વ્યાપકપણે મંજૂર આઇટી આઉટસોર્સિંગ નીતિ લાગૂ કરવાનું હોય છે. ભારતીય રિઝર્વ બેંકે આ સપ્તાહ દરમિયાન ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ જારી કરતી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને ગ્રાહકોની સહમતિ વગર કાર્ડ સક્રિય કરવા જેવા કેટલાક માપદંડોનું પાલન કરવા માટેની સમયમર્યાદાને ત્રણ મહિના માટે વધારી છે. બેંકો તેમજ એનબીએફસીએ 1 જુલાઇથી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જારી કરવું તેમજ સંચાલન, સૂચનાઓ, 2022 પર આરબીઆઇના માસ્ટર નિર્દેશને લાગૂ કરવાનો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.