મ્યુનિ.ની ભરતીનો ખોટો મેસેજ વાયરલ : તંત્ર કામે લાગ્યું
મ્યુનિ. કોર્પોરેશનની ભરતીનો ખોટો મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ અંગેની ઇન્કવાયરીનો ફોન કોર્પોરેશનમાં સતત રણકતા હતા. તંત્ર કામે લાગી ગયું હતું. જેમાં અંતે આ પ્રકારની કોઇ ભરતી ન હોવાની સ્પષ્ટતા સાથે શિક્ષિત બેરોજગારોને લેભાગુની ચુંગાલમાં નહીં ફસાવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
ગઇકાલે વોટસએપ અને સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ થયો હતો. જેમાં મ્યુનિ. કોર્પોરેશનમાં બીલ બનાવવા તેમજ કોમ્પ્યુટરને લગતા કામો માટે મહિલા ઉમેદવારોની ભરતી અને આ માટે 22 હજારનો પગાર અપાશે તેવો મેસેજ વાયરલ થતા તેના પગલે અનેક અરજદારોએ આ મુદ્દે કોર્પો.માં ફોન કર્યા હતા તેમજ રૂબરૂ તપાસ કરવામાં પણ ઉમેદવારો ઉમટી પડયા હતા જેના પગલે આવી કોઇ ભરતી ન હોવાની મ્યુનિ. કોર્પોરેશને સ્પષ્ટતા કરી હતી અને લેભાગુઓની ચુંગાલમાં ઉમેદવારોને નહીં ફસાવવા અપીલ કરવામાં આવી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકામાં માત્ર કોન્ટ્રાકટ બેઇઝ ભરતી કરવામાં આવે ત્યારે આ અંગેની જાહેરાત ન્યુઝપેપરમાં આવે છે. તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી તેઓના ઇન્ટરવ્યુ લઇ પસંદગી કરવામાં આવે છે. જેથી આવા ખોટા મેસેજમાં નહીં ભરમાવવા ઉમેદવારોને અપીલ કરવામાં આવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
