કોમર્સ કોલેજ, મોડાસા દ્વારાએન.એસ.એસ.દિવસની ઉજવણી કરાઇ - At This Time

કોમર્સ કોલેજ, મોડાસા દ્વારાએન.એસ.એસ.દિવસની ઉજવણી કરાઇ


ભારતમાં ૨૪ સપ્ટેમ્બર રાષ્ટ્રીય સેવા યોજના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસા સંલગ્ન એન.એસ.એસ. યુનિટ ના સ્વયંસેવકો દ્વારા એન.એસ.એસ. દિવસની ઉજવણી સહયોગ ટ્રસ્ટ, રાજેન્દ્રનગર ખાતે કરવામાં આવી હતી. કોલેજના ૩૫ સ્વયંસેવકો આ ઉજવણીમાં જોડાયા હતા. સ્વયંસેવકોએ ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી સુભાષભાઈ સોની એ વિદ્યાર્થીઓને ટ્રસ્ટની કામગીરી વિષે માહિતગાર કર્યા હતા. સ્વયંસેવકો શ્રમદાન થકી આ સેવાયજ્ઞમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ સ્વયંસેવકો સેવાકીય પ્રવૃતિઓથી પરિચિત થાય તે હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.ઇલાબેન સગર અને ડૉ.ગોપાલ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.