રાજીનામાંનો સિલસિલો યથાવત: રાજકોટ મનપામાં વધુ બે એન્જિનિયરોનાં રાજીનામાં, બંનેએ અંગત કારણોસર નોકરી છોડતા હોવાનું જણાવ્યું
રાજકોટ મનપામાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શરૂ થયેલો રાજીનામાંનો સિલસિલો હજુ પણ યથાવત જ છે ત્યારે વધુ બે ઇજનેરે રાજીનામાં આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ડે. ઈજનેર હરેશ સોંડાગર અને અંબેશ દવેએ પોતાનું રાજીનામુ આપ્યું છે. કામનું ભારણ વધી રહ્યું હોવાથી અધિકારીઓ રાજીનામુ આપતા હોવાની ચર્ચા વચ્ચે આ બંનેએ પણ મગનું નામ મરી પાડવાને બદલે અંગત કારણે નોકરી છોડતા હોવાનું દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
