ચિત્તલ માં 90 મો નેત્ર યજ્ઞ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈના ઉપસ્થિતિમાં યોજાઈ ગયો
ચિત્તલ માં 90 મો નેત્ર યજ્ઞ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી શ્રી બાવકુભાઈના ઉપસ્થિતિમાં યોજાઈ ગયો
ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા ભુપતભાઈ ભગવાનભાઈ નિર્મળ ના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાનમાં 90 મા નેત્રદાન કેમ્પ યોજાઈ ગયો જેનું ઉદઘાટન પૂર્વ યુવા સાંસ્કૃતિક કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ચિત્તલ ના યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ પત્રકાર એકતા પરિષદ અમરેલીના ઉપાધ્યક્ષ ભરતભાઈ વિષ્ણુ સ્વામી પત્રકાર એકતા પરિષદ ના મહામંત્રી જયસુખ ભાઈ સોજીત્રા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર ખાસ ઉપસ્થિત રહેલ તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ દેસાઈ, જશનગઢના પૂર્વ સરપંચ મોતીભાઈ જેવી દેસાઈ તેમજ જિલ્લા ભાજપના મંત્રી રંજનબેન ડાભી સહિત અગ્રણી ઉપસ્થિત રહેલ નેત્ર નિદાન કેમ્પમાં 124 દર્દીઓએ લાભ લીધેલ જેમાં 35 દર્દીઓને રાજકોટ ખાતે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ આ કેમ્પનું સુંદર સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ કરેલ જ્યારે સફળ બનાવવા માટે સંયોજક દિનેશભાઈ મેશિયા, બીપીનભાઈ દવે, રાજેશભાઈ ધાનાણી, જીતુભાઈ વાઘેલા છગનભાઈ દેસાઈ, ખોડાભાઈ ધંધુકિયા વગેરે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.