સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે મતદાન જાગૃતિ માટે EVM ડેમોન્સ્ટ્રેશન વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે મતદાન જાગૃતિ માટે EVM ડેમોન્સ્ટ્રેશન વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.


જિલ્લાવાસીઓને નિદર્શન વાન થકી મહત્તમ માહિતી મેળવી જાગૃત મતદાર બનવા જિલ્લા કલેકટરશ્રીનો અનુરોધ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે કલેકટર કચેરી, કમ્પાઉન્ડ ખાતેથી EVM ના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, આ નિદર્શન વાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રમણ કરીને EVM VVPAT વિશે માહિતી આપશે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામનો ચોરો, બજાર, દૂધ મંડળી, ગ્રામ પંચાયત તેમજ શહેરી વિસ્તારમાં કોલેજ, યુનિવર્સિટીના કેમ્પસ, મોલ, થિયેટર, જીઆઇડીસી વિસ્તાર, ફૂડ મોલ, બગીચાઓ સહિતના વિસ્તારો કે જ્યાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય ત્યાં ભ્રમણ કરશે વાનના નિદર્શન માટે અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે વાનમાં રાખવામા આવેલા EVM મશીનના માધ્યમથી મત કઇ રીતે આપી શકાય તેની લોકોને સમજણ આપવામાં આવશે આમ આ વાન દ્વારા મત આપવાની સંપૂર્ણ પ્રક્રિયાને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામા આવશે વધુમાં જિલ્લા કલેક્ટરએ જિલ્લાવાસીઓને આ નિદર્શન વાન થકી મહત્તમ માહિતી મેળવવા અનુરોધ પણ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ઘ્યાને લઇ મતદારો જેમાં ખાસ કરીને યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઇવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી રાજ્યમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ કુલ ૪૦ જેટલી LED વાન આપવામાં આવી છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક વાનની ફાળવણી કરવામાં આવી છે ગત લોકસભા ચૂંટણીમાં 50% થી ઓછું મતદાન ધરાવતા તથા જ્યાં પુરુષો અને મહિલાઓના મતદાનનો તફાવત 10% થી વધુ હોય તેવા મતદાન મથકોમાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે અને સમગ્રતયા રાજ્યમાં મતદાનની ટકાવારી વધે તે માટે મતદાન જાગૃતિના ઑડિયો વિડિયો તથા હોર્ડિંગ્સનું નિદર્શન આવી LED વાન પર કરવામાં આવનાર છે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર.કે.ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, વઢવાણ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા સહિત જિલ્લા ચૂંટણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.