રાજકોટના બ્યુટીપાર્લરોમાં યુવતીઓની લાગી ભીડ, નવ દિવસ સુંદર દેખાવા ગર્લ્સે એડવાન્સ બુકિંગ કરાવ્યું
નવલી નવરાત્રિને આડે આજનો દિવસ જ બાકી છે. ત્યારે નવરાત્રિમાં સારા ગરબા ઉપરાંત સારા દેખાવ માટે રાજકોટીયન ગર્લ્સે તૈયારીઓ આરંભી દીધી છે. સારા દેખાવા માટે અને સારી હેર સ્ટાઈલ માટે યુવતીઓ બ્યુટીપાર્લરમાં ભીડ લગાવી દીધી છે. નવલા નોરતામાં સુંદર દેખાવા માટે બ્યુટીપાર્લરમાં યુવતીઓને લાંબી લાઈનો લાગી છે. સુંદરતા સાથે યુવતીઓ નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે થનગની રહી છે. તેમજ નવ દિવસ સુધી સુંદર દેખાવા માટે યુવતીઓએ એડવાન્સમાં જ બુકિંગ કરાવી લીધું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.