શાહપુર મેટ્રો સ્ટેશન પાસે દાગીનાની લૂંટ કરનાર ૨ ઇસમોને ૪.૫ કિલો સોનાના દાગીના સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨ ગુનાના ભેદ ઉકેલયા.
ગઇ તા. ૦૭/૧૧/૨૦૨૨ ના આશરે સાતેક વાગ્યાની આસપાસ સી.જી.રોડ ખાતેની એસ.એસ.તીર્થ ગોલ્ડ પેઢી ના બે કર્મચારી સોનાના દાગીના લઇ એકટીવા નં. GJ-01- EW-9360 પર નરોડા તથા નિકોલ વિસ્તારમાં આવેલ જવેલર્સની દુકાનોમાં માર્કેટીંગ માટે ગયેલ, આ બંને કર્મચારી પરત ઓફિસ આવતાં હતા તે દરમ્યાન પોણા આઠેક વાગ્યાની આસપાસ શાહપુર મેટ્રો સ્ટેશન એચ.પી, પેટ્રોલ પમ્પ ની સામે પસાર થતા હતાં, ત્યારે એક સ્પોર્ટ બાઇક પર બે અજાણ્યા વ્યક્તિઓ બાઇક એકદમ એકટીવા પાટા લાવી એકટીવા ચાલકને લાત માળી પાડી દીધેલ અને એકટીવાના આગળના ભાગે મૂકેલ મોટી બેગ જેમાં અલગ અલગ ડીઝાઇનના સોનાના દાગીના ૬૫૩૧. ૮૦૦ ગ્રામ જેની કિં.રૂ.૨,૮૧, ૭૨,૯૫૯/- હતા, તે બેગ ખેંચી ઇન્કમટેક્ષ તરફ ભાગી ગયેલ,
આ ઉપરોકત બનાવ અનુસંધાને માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૦૨ ૨૦૭૬૦/૨૦ ૨૨ ઇપીકો કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ, પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેરના હુકમથી આગળની વધુ તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં સોંપવામાં આવતાં ઉકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલ તથા તેઓની ટીમના પો.સ.ઈ. પી.બી. ચૌધરી તથા એમ.એન. જાડેજા અને સ્કોડના માણસો દ્વારા
આરોપી
(૧) નિખીલ લાખુભાઇ નાનજીભાઇ જાતે રાઠોડ, ઉવ.૩૩, રહે. મ.નં. ૮ સિંગલ ચાલી, સત્યનારયણ દુધ ઘરની સામે, કુબેરનગર, છારાનગર અમદાવાદ શહેર મુળવતન:- આડોળીયા વાસ, દિપક ચોકની
બાજુમાં ભાવનગર
(૨) કૌશિક ઉર્ફે પાંગા S/O કિશોરભાઇ રતીલાલ ઘમંડે ઉવ.૨૩ રહે. સિંગલ ચાલી, સત્યનારાયણ દુધ ઘર સામે, બંગ્લા એરિયા રોડ, કુબેરનગર, સરદાર નગર, અમદાવાદ શહેર ને સરદારનગર કોતરપુર ટર્નીંગ પાસેથી ઝડપી લીધેલ છે,
આરોપીઓ પાસેથી દાગીના કુલ નંગ-૭૬૮ જેનુ કુલ ગ્રોસ વજન ૪૯૩૧.૪૪ ગ્રામ તથા ગોલ્ડન ક્રુલ નેટ વજન ૪૫૮૪.૮૮ ગ્રામ ગણી કિ.રૂ. ૧,૯૭,૭૫, ૫૦૪,૪૧/- (એક કરોડ સતાણુ લાખ પંચોતેર હજાર પાંચસો ચાર રૂપિયા અને એકતાલીસ પૈસા) તથા સેમસંગ મો.ફોન કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા યામાહા FZ મો.સા. કિં.રૂ. ૭૦,૦૦૦/- તથા થેલો-૦૨ કિ.રૂ.૪૦૦/- મળી તમામ મુદ્દામાલ ની કિ.રૂ. ૧,૯૮,૮૫,૯૦૪.૪૧/- (એક કરોડ અઠાણૂ લાખ પંચાસી હજાર નવસો ચાર રૂપિયા અને એકતાલીસ પૈસા) નો મુદ્દામાલ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવેલ છે,
ઉપરોકત લૂંટ સિવાય આરોપી કૌશિક ઉર્ફે પાંગા તથા મનિષ ઉર્ફે મનોજ સિંધી એ બીજા સાગરીતો સાથે મળી દોઢ-બે મહિના પહેલા સરખેજ બ્રિજ, સાબર હોટલ પાસે આવેલ કોમ્પલેક્ષ માંથી આંગડીયા પેઢીના વેપારીની એકટીવાની ડેકી તોડી રૂ.૬,૭૦,૦૦૦/- ની ચોરી કરેલ હોવાની કબુલાત પણ કરેલ છે,
આ ગુન્હામા સંડોવાયેલ અન્ય ૪ આરોપીઓ તથા બાકીના મુદ્દામાલ બાબતે તથા આવા પ્રકારના બીજા ગુનાઓ આચરેલ છે કે કેમ તે દિશામા આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ,
શોધી કાઢેલ ગુનાની વિગત:
(૧) માધવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં, ૧૧૧૯૧૦૧૦૨૨૦૭૬૦/૨૦૨૨ ઇપીકો કલમ
૩૭૯(એ)૩, ૧૧૪
(૨) સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૮૨૨૧૦૨૯/૨૦૨૨ ઇપીકો ૩૭૯,૪૬૧
મોડસ ઓપરેન્ડસી:
ચોરી અથવા લૂંટ ને અંજામ આપવા સારુ ૩ થી વધુ માણસોની ટૂકડી બનાવે છે,
જવેલર્સના શોરૂમ તથા આંગડીયા પેઢી ની આજુબાજુ રેકી કરે છે,
શોરૂમ અથવા આંગડીયા પેઢીમાંથી બેગ કે થેલીઓ લઇને નીકળનાર માણસોનો પીછો કરે છે,
દાગીના કે રૂપિયા લઇને નીકળેલ વેપારી કે માણસો ટુવ્હીલર ગાડીમાં જતા હોય ત્યારે રસ્તામાં રોકી તેમની પાસેના બેગ ઝુંટવી લે છે, જો સામેવાળા પ્રતિકાર કરે તો છરી બતાવી ધમકી આપી લૂંટ કરે,
ફોરવ્હીલ ગાડીમાં જનાર ને ટુકડીમાંથી એક માણસ રસ્તામાં ગાડી ઉભી રખાવી જોઇને ગાડી ચલાવતો નથી તેમ કહી ઝઘડો કરી ગાડીમાંથી નીચે ઉતારી બોલાચાલી કરે છે દરમ્યાન સાથેના બીજા માણસો ફોરવ્હીલ ગાડીમાંથી બેગની ચોરી કરી લે છે,
ધરપકડથી બચવા માટે ચોરીમાં કે લૂંટ માં ઉપયોગમાં લીધેલ વાહનો ના R.T.O. નંબર કાઢી નાખે છે અથવા ખોટા નંબર લખે છે,
ટોળકીના દરેક સભ્યો ચહેરો ઢાંકવા માટે હેલમેટ, માથામાં ટોપી તથા માસ્ક અથવા રૂમાલ નો ઉપયોગ કરે છે તેમજ દરેક સભ્યો પોતાની સાથે વધારાના કપડા રાખે છે ગુન્હાને અંજામ આપી રસ્તામાં કોઇ જગ્યાએ કપડા બદલી નાખે છે,
આરોપી નિખીલ રાઠોડનો ગુનાહીત ઇતિહાસ:
(૧) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૬/૨૦૦૮ ઇપીકો ૩૯૨ (ચેન સ્નેચીંગ) ના ગુન્હામાં પકડાયેલ છે,
(૨) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૬/૦૮ ઇપીકો ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪,
(૩) સરદેારનગર પો.સ્ટે..ફ.ગુ.ર.નં. ૧૨૯/૦૮ ઇપીકો ૪૫૪, ૩૮૦
(૪) સરદારનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૩૧/૦૮ ઇપીકો ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૫) શહેરકોટડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૦૩/૧૩ ઇપીકો ૩૯૨, ૧૧૪
(૬) નિકોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૫૨૦ ૦૧૧૬/૨૦ ઇપીકો ૩૭૯(એ), ૧૧૪
(૭) સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન માં લૂંટ ના ગુન્હામાં પકડાયેલ છે,
(૮) સને-૨૦૧૮ માં સરદાર નગર પોલીસ સ્ટેશન માં મારામારી ના ગુન્હામાં પકડાયેલ છે,
આરોપી કૌશિક ઉર્ફે પાંગાનો ગુનાહીત ઇતિહાસ:
(૧) નરોડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં 11191035210930/2020 ઇપીકો કલમ ૩૭૯(એ)૩
(૨) બાપુનગર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં 11191007220601/2020 ઇપીકો કલમ ૩૭૯, ૪૬૧
(૩) ઇસનપુર પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં 11191022220504/2022 ઈપીકૉ કલમ ૩૭૯, ૪૨૭,
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) વી.બી.આલ. પોલીસ ઇન્સ્પેકટર,
(૨) પી.બી.ચૌધરી પો.સ.ઇ.
(૩) એમ.એન.જાડેજા પો.સ.ઇ.
(૪) એ.એસ.આઇ. ગુલાબજી ધુળાજી બ.નં ૫૨૮૨,
(૫) એ.એસ.આઇ. રામચંદ્ર શાંતારામ બ.નં
૮૮૨૭,
(૬) એ.એસ.આઇ. ઇદરીશખાન સામતખાન બ.નં ૫૭૨૫,
(૭) હેડ કોન્સ. નિખીલેશ દિપકભાઇ
બ.નં ૮૫૩૯,
(૮) હેડ કોન્સ. મહિપાલસિંહ દીલીપસિંહ બ.નં ૮૯૦૫,
(૯) પો.કો. જીતેન્દ્રકુમાર જીવાભાઇ
બ.નં ૮૫૯૨,
(૧૦) પો.કો. વિજયસિંહ ભરતસિંહ બ.નં ૭૧૨૪,
(૧૧) પો.કો. દિલીપજી પ્રધાનજી બ.નં
૫૧૮૪,
(૧૨) પો.કો. મયુરધ્વજસિંહ ભગીરથસિંહ બ.નં ૫૧૦૧,
(૧૩) પો.કો. નિમેષ કૌશીકભાઇ બ.નં
૪૮૫૬,
(૧૪) પો.કો. કિશનકુમાર યોગેશભાઇ બ.નં ૯૦૯૭.
Report by :- Keyur Thakkar
Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.