બાકોર પાસે વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા - At This Time

બાકોર પાસે વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા


દિવાળી નજીક હોવાથી મહીસાગર જીલ્લામાં દારૂની હેરફેર તથા વેચાણ સહિતની પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટે સુચના આપતા એલ.સી.બી પોલીસ ઇન્સ.આર.ડી. ભરવાડને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી સીમલવાડા તરફ એક નંબર વગરની હીરો હોન્ડા કંપનીની મો.સા. ઉપર વિદેશી દારુ લઇ જવામાં આવનાર છે. જેના આધારે પટ્રોલીંગના સ્ટાફને બાતમીના સ્થળે નાકાબંધી તથા વોચમાં ગોઠવ્યા હતા. તે દરમ્યાન બાતમી મુજબની મો.સા. આવતા તેઓ પાસેના થેલામાં તપાસ કરાતા થેલામાંથી ભારતીય બનાવટના પ્લાસ્ટિકના ક્વાટર તથા બીયર નંગ-૩૪૪ જેની કીમત રૂ।.27280 તથા મો.સા. કુલ નંગ ૦૩ની કિંમત રૂ.૭૫૦૦૦/ તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂપીયા ૧૫૯૦/- તથા મોબાઇલ નગં 4 જેની કીંમત રૂ. ૬૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂ. ૧,૦૯,૮૭૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તથા તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી એકટ મુજબ બાકોર પો.સ્ટે. ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી કરી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.