જિલ્લામાં જનઉપયોગી અનેકવિધ કામોનું લોકાર્પણ* —— *વિવિધ તાલુકાઓમાં રૂ.૧૦૪.૭૦ લાખના ૪૪ કામો ખૂલ્લાં મુકાયાં*
*જિલ્લામાં જનઉપયોગી અનેકવિધ કામોનું લોકાર્પણ*
------
*વિવિધ તાલુકાઓમાં રૂ.૧૦૪.૭૦ લાખના ૪૪ કામો ખૂલ્લાં મુકાયાં*
----
*જિલ્લા કલેકટરશ્રીની નિશ્રામાં ઝુંબેશરૂપે થયેલી કામગીરીને પરિણામે અનેક કાર્યો પૂર્ણ*
-------
ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સુવિધા ઉપલબ્ધ થાય તથા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૮/૦૩/૨૦૨૫ના રોજ રૂ.૧૦૪.૭૦ લાખના ૪૪ કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના, કોડિનાર, અને ગીરગઢડામાં વિવિધ પદાધીકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં આ લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છેકે, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જે-તે ગામના સરપંચ, તલાટી સહિતના પદાધિકારીઓ સાથે સમયાંતરે કરેલી બેઠકોના આધારે લોકો માટેના કાર્યો ઝડપથી પૂર્ણ થાય અને લોકાર્પિત થાય તે માટેનો ઉપક્રમ જિલ્લામાં અપનાવાયો છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે, ૧૫ % વિવકાધિન, ૫ % પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય તહેવાર, એ.ટી.વી.ટી. તેમજ સાંસદ ફંડ અંતર્ગત જિલ્લા આયોજન કચેરી દ્વારા આયોજિત કરવામાં આવેલ રૂ. ૧૦૪.૭૦ લાખના જનઉપયોગી ૪૪ કામો જનહિતાર્થે ખુલ્લા મુકાયાં હતાં.
સમગ્ર જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા કામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ગટર, કમ્પાઉન્ડવોલ, મધ્યાહન ભોજન શેડ, કોઝવે, બોર - મોટર સહિતના કામનો સમાવેશ થાય છે.
--------
આ પ્રકારના તમામ સમાચાર માટેે
