ઘરાણા અને સામખિયાળી સબ સેન્ટર ૧ ખાતે ની આંગણવાડી કેન્દ્ર માં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ માં HB તપાસ કરવામાં આવી.
ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખિયાળી ના સબ સેન્ટર ઘરાણા અને સામખિયાળી સબ સેન્ટર ૧ ખાતે ની આંગણવાડી કેન્દ્ર માં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘ સાહેબ તેમજ મેડિકલ ઓફિસર ડૉ સુનિલભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત T3 કેમ્પ માં HB તપાસ કરવામાં આવી. જેમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર, કોમ્યુનિટી હેલ્થ ઑફિસર પ્રદીપભાઈ રાવત, ફી.હે.વ.: કંચનબેન પરમાર, પૂનમ બેન ગુસાઈ, મ. પ. હે. વ. હર્ષદ સોલંકી આશા બહેનો, આંગણવાડી વર્કર બેનો અને કિશોરીઓ હાજર રહ્યા.
જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી વિશે ઉપરાંત કિશોરીઓને માસિક ધર્મ વિશે, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અને સાવચેતી વિશે અને કિશોરાવસ્થામાં આઇએફએ ટેબલેટ લેવાનું મહત્વ આ ઉપરાંત હીમોગ્લોબિન લેવલ વિશે તેમજ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારવા પૌષ્ટિક આહાર લેવા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું તેમજ કિશોરીઓની ૧૦ વર્ષ અને ૧૬ વર્ષ દરમિયાન ટીડી ની વેક્સિન લેવા અંગે સમજણ આપવામાં હતી. તેમજ દરેક કિશોરીઓને આઈ. એફ .એ. ગોળીનું વિતરણ કરવામાં આવ્યું અને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા સાથે સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.