પોરબંદર જામનગર રોડ ઉપર સોઢાણાના વળાંકમાં ફોરવીલ પલટી મારતાં અંદર બેઠેલા મુસાફરો આબાદ બચાવ - At This Time

પોરબંદર જામનગર રોડ ઉપર સોઢાણાના વળાંકમાં ફોરવીલ પલટી મારતાં અંદર બેઠેલા મુસાફરો આબાદ બચાવ


પોરબંદર જામનગર રોડ ઉપર સોઢાણાના વળાંકમાં ફોરવીલ પલટી મારી જતા અકસ્માત ફોરવીલ માં બેઠેલા પાંચ મુસાફરોનો બચાવ
બનાવની વિગત એવી છે કે એક પરિવાર જેમાં ત્રણ પુરુષો એક મહિલા અને એક નાની બાળા એમ કુલ પાંચ વ્યક્તિઓ જામનગર થી વાયા પોરબંદર થઈ જેતપુર જવા નીકળેલ તે દરમિયાન સવારે 10:30 વાગ્યે સોઢાણા ગામની પાસે આવેલ ગોલાઈ પાસે રોડ ઉપર એક મોટો ખાડો હોવાથી તે ખાડા થી બચવા માટે કારને સાઈડમાં લેતા આ કાર પલટી મારી ગઈ હતી જેથી આજુબાજુના ગ્રામજનો અને વાડી વિસ્તારના ખેડૂતો દોડી આવેલ અને તમામ વ્યક્તિઓને સલામત બહાર કાઢેલ અને સૌ સાથે મળી કારને વ્યવસ્થિત કરી આપેલ સદ નસીબે કારમાં બેસેલ ત્રણ પુરુષો એક મહિલા અને એક બાળકી નો આબાદ બચાવ થયેલ અને કોઈને ઈજાઓ પણ થયેલ નહીં આ બનાવ બન્યો ત્યારે ફટાણા ગામના અગ્રણી કેશુભાઈ ઓડેદરા ત્યાંથી પસાર થયા હતા અને અકસ્માત ગ્રસ્તો ને મદદ કરેલ અને કેશુભાઈ ઓડેદરા ના જણાવ્યા મુજબ સોઢાણા રોડ ઉપર મસમોટા ખાડા ઓ પડી ગયા હોવાથી નેશનલ હાઈવે આ બાબત તાત્કાલિક કાર્યવાહી કરી ખાડાઓ પૂરવામાં આવે કે જેથી અહીં અવારનવાર અકસ્માત થાય છે તો વાહન ચાલકોને ખાડાઓ પુરવાથી અકસ્માત નિવારી શકાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image