કોમર્સ કોલેજ અમરેલી ખાતે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો. ———————————————————— સેબીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ.
કોમર્સ કોલેજ અમરેલી ખાતે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.
------------------------------------------------------------
સેબીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ.
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ - અમરેલીમાં તારીખ ૦૮/૦૧/૨૦૨૫ના રોજ સેબીના ટ્રેઇનર્સ શ્રી વૈભવભાઈ પુરાણીક તથા અપર્ણાબેન પુરાણીક દ્વારા વિદ્યાર્થીઓને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કામગીરી તથા શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ વગેરે જેવી વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત વિદ્યાર્થીઓને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ વિષે તથા ડિમેટ એકાઉન્ટ વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ. કાર્યક્રમને સફળ બનાવવા માટે એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જે. એમ. તળાવિયા તથા એન. સી. સી. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડબલ્યુ. જી. વસાવાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડો. એ. કે. વાળાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા. ડો. એમ. એમ. પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું તેમ આઇ. કયુ. એ. સી. કો-ઓર્ડીનેટર ભારતીબેન ફીણવીયાએ જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.