ગંગા સ્વરુપા બહેનો પુન: લગ્ન કરી પુન:સામાજીક જીવન શરૂ કરે તે માટે સરકાર સાચાં અર્થે
*ગંગા સ્વરુપા બહેનો પુન: લગ્ન કરી પુન:સામાજીક જીવન શરૂ કરે તે માટે સરકાર સાચાં અર્થે સમાજકલ્યાણનું કાર્ય કરી રહી છે*
-લાભાર્થી શબાનબાનુ સરફરાઝખાન પઠાણ
*************
*ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય અંતર્ગત ૫૦ હજારની સહાય મળે છે*
****************
ગંગા સ્વરુપા બહેન બીચારુ/ઓશીયાળુ જીવનના બદલે સમાજમાં સ્વમાનભેળ જીવન નિર્વાહ કરી શકે તેવી બહેનો માટે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલી બનાવવમાં આવી છે.
આ યોજનાના લાભાર્થી શબાનબાનુ સરફરાઝખાન પઠાણ જણાવે છે કે સરકરે હર હંમેશ મહિલા અને બાળકોને પ્રાથમિકતા આપીને ચિંતા કરી છે. મહિલાઓના કલ્યાણ માટે આવી યોજનાઓ અમલમાં મુકી છે. મને ગંગા સ્વરુપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ ૫૦ હજારની સહાય બે તબક્કા હેઠળ મળી છે.જેમાં પ્રથમ તબક્કામાં ૨૫ હજાર રોકડા અને બીજા તબક્કામાં ૨૫ હજાર ચેક મારફતે મળી છે. સરકારની આ એક સારી પહેલ છે. ગંગા સ્વરુપા બહેનો પુન: લગ્ન કરી પુન:સામાજીક જીવન શરૂ કરે તે માટે સરકાર સાચાં અર્થે સમાજકલ્યાણનું કાર્ય કરી રહી છે.વિધવા બહેનો ફરીથી સામાજિક જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા સરહનીય કામગીરી કરવામાં આવી છે. આ માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ યોજના અંતર્ગત લાભાર્થીને બે તબક્કામાં કુલ ૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલા તબકકામાં લાભાર્થીને રૂ.૨૫ હજારની સહાય આપવામા આવે છે.અને પછી બીજા તબક્કામાં લાભાર્થીને રૂ. ૨૫ હજારનો ચેક આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતા લાભાર્થી બહેન કે જેઓની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની હોય તેઓ પુન:લગ્ન કર્યાના છ માસની સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે.અરજી સાથે ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના મંજુરી આદેશ, પુન: લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેન્કા ખાતાની વિગતો, જે વ્યક્તિ સાથે પુન: લગ્ન થયેલ છે તેઓના સરનામાનો પુરાવો, પુન: લગ્ન પરત્વે દંપતિના સંયુક્ત પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, દંપતિના ઉંમરના પુરાવા, વગેરે આધારપુરાવા સાથે અરજી કરી શકાય છે.
**********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.