સિટી વોટર સેફ્ટી કમિટીની પ્રથમ મીટીંગ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે યોજાઈ
ગુજરાત હાઇકોર્ટના સુઓમોટો Writ Petition (Vadodara Boating Accident) ના ઓર્ડર અનુસાર ગુજરાત ઇનલેન્ડ વેસલ રુલ્સ 2024 ના અમલ માટે શહેરોમાં બોટિંગ જેવી વોટરએક્ટિવિટીઝ માટે સલામતી સુનિશ્ચિત કરવા “સિટી વોટર સેફ્ટી કમિટી” રચવામાં આવી છે.
તેના અનુસંધાને, ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે સિટી વોટર સેફ્ટી કમિટીની પ્રથમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ચાલી રહેલી તેમજ ભવિષ્યમાં શરૂ થનારી તમામ વોટર એક્ટિવિટીઝનું યોગ્ય મોનીટરીંગ, ઇન્સ્પેક્શન અને રેગ્યુલેશન સુનિશ્ચિત કરવા મહાનગરપાલિકા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.
અધિકારીઓને તાત્કાલિક કામગીરી રૂપે શહેરમાં ચાલુ અને નવા પોઇન્ટ્સની ઓળખ કરી, તમામ એક્ટિવિટીઝનું રજીસ્ટ્રેશન અને પરમિશન પ્રક્રિયા પૂરી કરવાની સૂચના આપવામાં આવી.
ગુજરાત ઇનલેન્ડ વેસલ રુલ્સ 2024 મુજબ જે પણ વ્યક્તિઓ કે સંસ્થાઓ બોટિંગ કે અન્ય વોટર એક્ટિવિટીઝ શરૂ કરવા માંગે છે, તેમણે સૌપ્રથમ પોતાનું વેસલ કલેક્ટર કચેરી ખાતે રજીસ્ટર કરાવવું રહેશે. બાદમાં, મહાનગરપાલિકા હદ વિસ્તારમાં એક્ટિવિટી શરૂ કરવા પૂર્વે મહાનગરપાલિકાની પરમિશન લેવી ફરજિયાત રહેશે.
સીટી વોટર સેફ્ટી કમિટી દ્વારા નિયુક્ત અધિકારીઓ સમયાંતરે સુરક્ષિત સંચાલન, પરમિશન, સર્ટિફિકેશન અને સેફ્ટી સ્ટાન્ડર્ડના પાલનનું નિરીક્ષણ કરશે. નવી કોઈ પણ એક્ટિવિટી શરૂ કરતાં પૂર્વે તેને કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવું પડશે.
વધુમાં, દરેક બોટિંગ પોઇન્ટે દર ત્રણ વર્ષે બાથમેટ્રિક સર્વે કરાવવાનો રહેશે. એક મજબૂત કંપ્લેન મિકેનિઝમ ઊભો કરાશે તેમજ ઈમર્જન્સી પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.
કમિટી દર ત્રિમાસિક મીટીંગ કરશે, જેમાં છેલ્લા ત્રિમાસિકના તમામ ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે એનાલિસિસ કરીને વધુ સલામત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે. આ રિપોર્ટ્સ દર વર્ષે ગૃહ વિભાગમાં મોકલવા પણ સૂચવાયું છે.
આ મહત્વપૂર્ણ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એમ. ભોરણિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ભગીરથ આહીર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી કેસર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા અન્ય સંબંધી અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
