પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સન્માન કાર્યક્રમ યોજાયો કુદરતી ખેતીને ત્યાગીને ખેડૂતોએ રાસાયણિક ખેતી અપનાવી ત્યારથી શરીરમાં ઘણા રોગોએ ઘર કર્યું છે.
દાહોદ : સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રસાયણ મુક્ત ખેતી છોડી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિશેષ તાલીમ અને અન્ય સહાય કરવામાં આવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તમામ ખેડૂતો સીધા વપરાશકર્તા સુધી પહોંચે અને પોતાની વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર બનવા તરફ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતો પ્રોત્સાહિત થઇ રહયા છે.
સીંગવડ ખાતે સાંસદ જશવંત સિંહ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કૃષિ મેળો - વ - પરિસંવાદ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ધી રંધિકપુર વિભાગ મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. ના તમામ સભાસદો દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરએ કહ્યું હતું કે, સીંગવડ તાલુકાના બધા જ ખેડૂતો ગાય વસાવીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે, રાસાયણિક ખેતી થકી થતા અનેક રોગોથી બચે અને બહારથી સારા લાગતા શાકભાજી અને ફળો થકી માણસમાં રોગોએ પ્રવેશ કર્યો છે. પહેલાં આવા કોઈ રોગો નહોતા પરંતુ જ્યારથી કુદરતી ખેતી ને ત્યાગીને ખેડૂતોએ રાસાયણિક ખેતી અપનાવી ત્યારથી શરીરમાં ઘણા રોગોએ ઘર કર્યું છે.
ખેતીવાડી વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભોનું સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદ હસ્તે વિતરણ કરીને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ નિમિતે જિલ્લા ખેતીવાડી અધિકારી પી. આર. દવે અને ડૉ. ડી. એલ. પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, ખેતીવાડી વિભાગ અને આત્મા યોજનાનો સ્ટાફ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.