અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભા ની મીટીંગ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને મળી હતી
અંજાર નગરપાલિકાની રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભા ની મીટીંગ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન દિલીપભાઈ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને મળી હતી
આ મિટિંગમાં નગરપાલિકાના માસ જુલાઈ થી સપ્ટેમ્બર -૨૦૨૨ સુધીના ત્રિમાસિક હિસાબો સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી હતી.
જિલ્લા આયોજન મંડળ ભુજ થી મળેલ મંજૂરી અનુસંધાને અબોટી બ્રાહ્મણ સમાજવાડી ની બાજુમાં રૂપિયા ત્રણ લાખના ખર્ચે મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
તે ઉપરાંત ૧.૨૩ લાખના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણીની લાઈન નાખવાના કામ , રૂ. ૫ ,૯૨, ૬૫૫ ના ખર્ચે સેનિટેશન શાખા માટે ડીવોટરીંગ ડીઝલ એન્જિન પંપ ખરીદવા, અંદાજિત ૧૮ લાખના ખર્ચે દિવાબત્તી શાખા માટે હાઇડ્રોલિક લિફ્ટિંગ મશીન ખરીદવા , અંજાર ની અંદાજિત વસ્તી ૧.૨૫ લાખ થવાની સંભાવના હોય નગરપાલિકાને "બ" વર્ગમાંથી" અ" વર્ગમાં અપગ્રેડ કરવા દરખાસ્ત કરવા, રૂ. ૪.૧૨ લાખના ખર્ચે સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ મઘ્યે ટોયલેટ બ્લોક રીનોવેશન અને પેવર બ્લોકના કામ, માનનીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જીઆઇડીસી ટ્રાન્સપોર્ટ નગરમાં રૂ. ૩.૫૦ લાખના ખર્ચે આર.સી.સી. રોડનું ૨૦ ટકા લોકભાગીદારીથી કામ કરવા, અંદાજિત રૂ.૩૨,૨૫, ૪૭૯ પ્રાંતની રકમ બચત રહેતી હોય તેમાથી વિકાસના કામો કરવા વગેરેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
તે ઉપરાંત હિન્દુ મહાસભા સંચાલિત સ્મશાનમાં ગેસ આધારિત સગડી બેસાડવાના મંજૂર થયેલ કામમાં વધારાના ખર્ચ પેટે ૫.૩૬ લાખના ખર્ચને સર્વાનુંમતે મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું.
આજ ની સભા માં સાશક પક્ષ ના નેતા શ્રી સુરેશભાઈ એ. ટાંક તથા વિરોધ પક્ષ ના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા એ ચર્ચા માં ભાગ લીધો હતો.
આજની આ બેઠકમા નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુર સિંહ જાડેજા ,કારોબારી સમિતિ ચેરમેન વિજયભાઈ પલણ, સાશકપક્ષ ના નેતા સુરેશભાઈ ટાંક, દંડક શ્રી વિનોદભાઈ કે. ચોટારા, વિરોધ પક્ષ ના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા ,સુરેશભાઈ ઓઝા, નિલેશભાઈ ગોસાઈ, મયુરભાઈ ખીમજીભાઇ સિંધવ ,અમરીશભાઈ કંદોઈ, ડાયાલાલભાઈ મઢવી, સૈયદ મહંમદહુસેનભાઈ ગુલામશાભાઈ,
ઝંખનાબેન સોનેતા, કલ્પનાબેન ગોર, નીતાબેન ઠક્કર ,કુંદનબેન જેઠવા, હર્ષાબેન ગોહિલ, નસીમબાનુ મજીદભાઈ રાયમા ,કાશીબેન ખાંડેકા, મદીનાબેન લોઢિયા, પ્રીતિબેન માણેક, સકીનાબેન હનીફભાઈ કુંભાર ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. આ સામાન્ય સભા ની મીટીંગ ની વ્યવસ્થા ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી જીગર જે. પટેલ, કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઇ પાલુભાઈ સિંધવ અને ગુંજનભાઈ પંડ્યા એ સંભાળી હતી વિવિધ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.