ગુજરાતમાં રેકોર્ડ શોર્ટ ફિલ્મે એક સાથે ચાર એવોર્ડ કોણે મેળવ્યા જાણો આ ખાસ અહેવાલમાં.
રાજકોટના ચિંતભાઈ ડાંગર જેણે હાલમાં એક શોર્ટ ફિલ્મ બનાવી અને V! દ્વારા પસ્તુત Red FM Mobile Film Project Season -૩ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં રાજકોટના ચિંતનભાઈ ડાંગર ની શોર્ટ ફિલ્મ"Void" ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવી હતી અને રૂ .૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ રોકડ પુરસ્કાર સ્વરૂપે મેળવેલ છે,
ચિંતનભાઈ ડાંગર ની ફિલ્મને ફ્કત પ્રથમ વિજેતા અને રોકડ પુરસ્કાર જ નહિ પરંતુ આ ફિલ્મને અન્ય બીજા ત્રણ એવોર્ડ સહિત કુલ ચાર એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા છે જેમાં
(૧) બેસ્ટ શોર્ટ ફિલ્મ
(૨)બેસ્ટ એડિટર
(3) બેસ્ટ સિનેમેટોગ્રાફિ
(૪)બેસ્ટ એકીકરણ (Best Integration) એમ કુલ ચાર એવોર્ડ થી ચિંતનભાઈ ડાંગર ને સમ્માનિત કરવામાં આવ્યાં હતાં,
રાજકોટ શહેરમાં રહેતા પોલીસ પરિવાર ના સુપુત્ર ચિંતનભાઈ ડાંગર જે નિવૃત્ત P.S.I અરજણભાઇ ડાંગર ના સુપુત્ર છે અને ચિંતનભાઈ ડાંગર સમાજમાં અને પોલીસ પરિવારના દીકરા અને દીકરીઓ માટે પ્રેરણાદાયક વ્યક્તિત્વ બની પોલીસ પરિવારના દીકરા દીકરીઓ ના વ્યક્તિત્વમાં છુપાઈ રહેલ ટેલેન્ટ બહાર લાવવા આવનાર સમયમાં માર્ગદર્શક પણ બની શકશે એવી અમારી AT THIS TIME ન્યૂઝ ટીમ તરફથી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવીએ છે.
Report by ':- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.