પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા ઉમેદવારોએ તા.૧૫ એપ્રિલ સુધીમાં અરજી કરવી
પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા ઉમેદવારોએ તા.૧૫ એપ્રિલ સુધીમાં અરજી કરવી
દેશની ટોચની ૫૦૦ કંપનીઓમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના અમલી છે. આ યોજના અંતર્ગત ધો.૧૦, ધો.૧૨, આઈ.ટીઆઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૨૧-૨૪ વર્ષની વય ધરાવતા, ફૂલટાઇમ નોકરી કે અભ્યાસ કરતા ના હોય તેવા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ૧૨ માસ માટે દેશની ટોચની ૫૦૦ કંપનીમાં વિનામૂલ્યે ઇન્ટર્નશીપનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ તા.૧૫ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરી રજિસ્ટ્રેશન કરવું. રજિસ્ટ્રેશન માટે ઉમેદવારોએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી તેમાં અરજી કરવી.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે
