પરિવારની આરોગ્ય સંબંધિત આફતો સામે સંજીવની સમાન આયુષ્યમાન કાર્ડ આપવા માટે વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર: રૂબીનાબેન
આ કાર્ડે અનેક જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર લેવા માટે ઉછીનાં નાણાં લેતાં અને દેવાદાર બનતા અટકાવ્યા છે: લાભાર્થી
આયુષ્યમાન કાર્ડ યોજના અનેક પરિવારો માટે બની છે તારણહાર
‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્ર સાથે પ્રત્યેક ગુજરાતી બાંધવની સુપેરે દરકાર લઈ રહેલી સરકારશ્રી દ્વારા નાગરિકોની આરોગ્યલક્ષી સુખાકારીની ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. રાજ્યનાં પ્રત્યેક ખૂણે વસતાં માનવીને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે હેતુસર તેમના આરોગ્યની કાળજી લેવા માટે સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે. જે પૈકી આજે આપણે વાત કરવી છે આયુષ્યમાન કાર્ડ યોજના વિશે. બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં અનેક જરૂરિયાતમંદ લોકો માટે સંકટ સમયની સાંકળ બનતી આ યોજના ખૂબ લાભદાયી છે.
આ યોજનાનો લાભ લઇ ચૂકેલા લાભાર્થી રૂબીનાબેન ચૌહાણે પોતાનો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે, “હું બોટાદની વતની છું. એક દિવસ અમારા પરિવાર પર અણધારી આફત આવી પડી, મારાં પરિવારનાં સભ્યને તબીબી સારવારની જરૂર પડતાં હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં પરંતુ આ મુશ્કેલીનાં સમયે આયુષ્યમાન કાર્ડ મારા પરિવાર માટે ખુબ જ ઉપયોગી બન્યું હતું. આ કાર્ડનાં કારણે જ અમને તમામ સારવાર નિ:શુલ્ક પ્રાપ્ત થઈ હતી. હવે પરિવારના સભ્યને ગમે તે બીમારી આવે ત્યારે આ કાર્ડની મદદથી નિ:શુલ્ક સારવાર કરાવી શકાય છે. આ કાર્ડની મદદથી રૂ. પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકાય છે તે ખૂબ સારી બાબત છે.”
તેમણે ઉમેર્યું કે, “અમારા જેવા અનેક પરિવારોને આ પૂર્વે હાર્ટ એટેક, કેન્સર જેવી ગંભીર બીમારીઓનાં નિદાન પાછળ હજારો-લાખોનો ખર્ચ કરવો પડતો હતો, જે અમારા માટે શક્ય જ ન હતું, પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આયુષ્યમાન કાર્ડ યોજના અમલી બનાવ્યા બાદ મારા પરિવારની જેમ અનેક લોકોને રૂ.પાંચ લાખ સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ થતાં સ્વાસ્થ્યમાં તો સુધારો થયો જ છે સાથોસાથ બચત પણ થઈ રહી છે. આ કાર્ડે અનેક લોકોને તબીબી સારવાર લેવા માટે ઉછીનાં નાણાં લેતાં અને દેવાદાર બનાવતા અટકાવ્યા છે. આજે શહેરમાં જે પ્રકારે ગુણવત્તાયુક્ત સારવાર મળે છે તે જ પ્રકારે નાના-નાના ગામડાંઓમાં પણ સરકારશ્રી દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.”
આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં તમામ નાગરિકોને સસ્તી, સારી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.-મા યોજના) કાર્યાન્વિત કરી છે જે આજે દેશનાં અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે તારણહાર સાબિત થઈ રહી છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.