આજે ૧૧ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસનિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં કિશોરી મેળો ખુલ્લો મુકાશે
આજે ૧૧ ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં કિશોરી મેળો ખુલ્લો મુકાશે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અન્વયે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ દ્વારા બપોરે ૧ કલાકે શીશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત શ્રીમતી આર. એલ. શાહ બહેરા મૂંગા વિદ્યાલય મોતીપુરા હિંમતનગર ખાતે કિશોરી મેળો ખુલ્લો મુકવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે. જેમાં મંત્રીશ્રી વિવિધ જિલ્લાની દિકરીઓ સાથે વરચ્યુઅલ સંવાદ કરશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ દીકરીઓનું જાહેરમાં સન્માન, કિશોરી કારકિર્દી માર્ગદર્શક કાઉન્સિલિંગ, કિશોરી પોષણ અને સ્વાસ્થ્ય વિશેષયક માર્ગદર્શન, આરોગ્ય તપાસ, કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન, કિશોરીઓ, મહિલાઓ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી, બેટી બચાવો, બેટી પઢાવો થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો, કૌશલ્ય વર્ધન આજીવિકાના વિકલ્પો અંગેની જાણકારી, નવીન શિક્ષણનીતિ અંતર્ગત કિશોરી કૌશલ્યના કાર્યક્રમો તેમજ કિશોરી મેળો યોજાશે. વિવિધ સ્ટોલો દ્રારા મહિલાઓ અને કિશોરીઓમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્ર્મ થશે.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.