મહેર સમાજ દેગામ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને દાતાઓનો અભિવાદન કાર્યક્રમ કાલે યોજાશે.
દેગામ સીમ શાળા નં ૨-૩ ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ સીમ શાળા નં-૨માં તા.૫ ના ત્રણ વાગ્યે રાખેલ છે.
ગોસા(ઘેડ) તા.૦૨/૧૨/૨૦૨૪
પોરબંદર તાલુકા બરડા વિસ્તારના દેગામ ગામે દેગામ મહેર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો તેમજ સન્માન તેમજ દેગામ પ્રાથમિક શાળામા સુવિધા વધારવા માટે દાન આપનાર દાતાઓનો અભિવાદન કરવાનો કાર્યકર્મ આવતી કાલે એટલે કે તારીખ ૦૩/૧૨/૨૦૨૪ ને મંગળવારના દેગામ પ્રાથમિક શાળા એ રાખવામાં આવેલ છે. દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઇ સુંદવદરા એ એક યાદીમાં જણાવેલ છે કે આપણા ગામ ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાંથી જે દરેક ધોરણ માં પહેલો,બીજો અને ત્રીજો નંબર મેળવેલ હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને મહેર સમાજ દેગામ તરફથી શિલ્ડ આપી સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ દેગામ પ્રાથમિક શાળામાં અને દેગામ સીમ શાળા નં,૨ માં સ્ટેજ અને લોખંડ પતરાનો ડોમ બનાવેલ છે તેમાં જે જે દાતાશ્રી ઓ તરફથી અનુદાન આપવામાં આવેલ તે તમામ દાતાશ્રીઓનું અભિવાદન સન્માન સાથેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન અને દાતાઓશ્રીનો અભિવાદન નો આ કાર્યક્રમ શ્રી દેગામ પ્રાથમિક શાળા દેગામ મુકામે તા, ૩-૧૨-૨૦૨૪ ને મંગળવાર નાં રોજ બપોર પછી ત્રણ વાગ્યે રાખવામાં આવેલ છે.
જયારે દેગામ સીમ શાળા નં ૨ તથા સીમ શાળા નં ૩ નાં બન્ને સીમ શાળા ના તેજસ્વી વિદ્યાર્થી ઓને શિલ્ડ આપી સન્માન કરવાનો કાર્યક્રમ સીમ શાળા નં ૨ નાગાજણ નાં પાટિયા સામે મુકામે તા,૫-૧૨-૨૦૨૪ ને ગુરુવાર નાં રોજ બપોર પછી ત્રણ વાગ્યે રાખવામાં આવેલ છે.
તો ઉપરોક્ત બન્ને કાર્યક્રમ માં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા દાતાઓને અભિવાદન કરી જુસ્સો વધારવા માટે દેગામના સર્વે વાલીઓ તથા ગ્રામજનોની હાજરી મહત્વની હોય વિશાળ સંખ્યામાં સૌ ગ્રામજનોને
ઉપરોક્ત બન્ને કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા માટે આપ સૌ ને મહેર સમાજ દેગામ તરફથી ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.