ડભોઇ નગર પછી તાલુકા કક્ષાએ પણ દબાણ હટાવ ઝુંબેશ શરૂ
રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઇ
ડભોઈ નગરમાં સરકારી જગ્યાઓ ઉપરનાં દબાણો હટાવ્યા બાદ હવે તાલુકાના કાયાવરોહણ ગામે પણ આજે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ કયાવરોહણના સરપંચ, ડેપ્યુટી સરપંચ નીરવભાઈ પટેલ, તલાટી કમ મંત્રી અને પંચાયત સ્ટાફ સહિતની ટૂકડીએ કયાવરોહમાં ડભોઈ ચોકડી થી કરજણ ચોકડી વચ્ચે જે સરકારી જગ્યામાં દબાણો કરીને દુકાનો - હાંટડીઓ બાંધવામાં આવી હતી તે દૂર કરવા માટે દબાણ કર્તાઓને પંચાયત દ્વારા નોટીસ પાઠવવામાં આવી હતી.જેમાં ઉલ્લેખ કર્યો છે કે, આ દબાણો દિન ૭ માં દૂર કરવા, જો આ દબાણો દૂર કરવા નહીં આવે તો ગ્રામપંચાયત દ્વારા દૂર કરવાની કામગીરી આરંભી દેવામાં આવશે. લારી મેઈન રોડ ઉપર ગોઠવેલાં છે જેના કારણે કેટલીકવાર એક્સીડંટ સર્જાતા હોય છે અને ટ્રાફિકની ખૂબ જ સમસ્યા સર્જાય છે. જેથી આ દબાણો પણ તાત્કાલિકપણે દુર કરવાની સુચના આપવામાં આવી હતી.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.