જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને ગોલાના પાલ્લા ગામ ખાતે રાત્રી સભા યોજાઈ
અધિકારીશ્રીઓએ ગ્રામજનોને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાથી માહિતગાર કર્યા
ગ્રામજનોના ઘર આંગણે જઈ તેમની સમસ્યાઓનું નિવારણ અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લા ગામ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ.
રાત્રી સભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ કલેકટરશ્રી સમક્ષ સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરશ્રીએ રાત્રી સભામાં રજૂ થયેલ પ્રશ્નોનું નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.
ગ્રામ સભામાં રોડ- રસ્તા પોહળા કરવા,બસનો બંધ રૂટ ફરી શરૂ કરવા, પશુ દવાખાનામાં કમ્પાઉન્ડ વોલ બનાવવા,પાણીની સમસ્યા અને વીજળીની સમસ્યા જેવા વિવિધ પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરાયા હતા જેને કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓ સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરએ જણાવ્યું હતું કે, ગ્રામસભાનો મુખ્ય હેતુ ગ્રામ જનોને અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે જેથી ગ્રામજનો દરેક યોજનાઓનો માહિતી મેળવી લાભ લઈ શકે અને કલેકટરશ્રીએ ગ્રામજનોને દરેક યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી,આરોગ્ય અધિકારીશ્રી, ખેતીવાડી અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
