*રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને આગામી વિધાનસભાની ચુંટણી અન્વયે નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇકાલ તા.૨૫/૧૧/૨૦૨૨નાં રોજ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં માણસો ભાવનગર ઉમરાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન *હિરેનભાઇ સોલંકી પો.હેડ કોન્સ., તથા નિતીનભાઈ ખટાણા પો. કોન્સ.,પેરોલ ફર્લો સ્કવોડ*, ભાવનગરનાંઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,પેરોલ ફર્લો જમ્પ કેદી દિનેશભાઈ અરજણભાઈ કંટારીયા દડવા-ગઢડા બાયપાસ રોડ ચોકડી ખાતે હાજર છે. જે બાતમી આધારે દડવા-ગઢડા બાયપાસ રોડ ચોકડી ખાતે આવતાં ભાવનગર, બી.ડીવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૭/૨૦૧૦ ઇ.પી.કો.કલમઃ-૩૬૪(એ), ૩૪, ૧૨૦ બી વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં કેદી *દિનેશભાઈ અરજણભાઈ કંટારીયા ઉ.વ.૩૪ રહે.દડવા (રાંદલમાંના), તા.ઉમરાળા,ભાવનગર*વાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં હિરેનભાઇ સોલંકી, હરેશભાઇ ઉલ્વા, જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, નિતીનભાઈ ખટાણા, શકિતસિંહ સરવૈયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.